________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/મ્લોક-૧૫
જેમ દીવાનો નાશ કરવા માટે સમર્થ એવો વાયુ, જ્વાળાવાળા દાવાનળને બુઝવી શકતો નથી, ઊલટું તે દાવાનળને પ્રજ્વલિત ક૨વામાં સહાય કરે છે; તેમ કાન્તાદૃષ્ટિમાં રહેલા યોગીઓની ભોગની પ્રવૃત્તિ ધર્મશક્તિને હણતી નથી, ઊલટું ધર્મશક્તિમાં બાધક એવા અવશ્યભોગ્ય કર્મનો ક્ષય કરીને ધર્મશક્તિને અતિશયિત કરવામાં સહાય કરે છે; તેથી અવશ્યભોગ્ય કર્મનો ક્ષય થવાથી આ દૃષ્ટિવાળા યોગીઓમાં પૂર્વ કરતાં ઉત્તરમાં અધિક ધર્મશક્તિ પ્રગટ થાય છે. તેથી કાન્તાદૃષ્ટિમાં ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે
જોકે સ્થિરાદષ્ટિમાં સુક્ષ્મબોધ છે, તેથી સ્થિરાદૃષ્ટિમાં રહેલું સમ્યજ્ઞાન મોક્ષ પ્રત્યે જીવને આકર્ષણ ઉત્પન્ન કરે છે, અને ‘મોક્ષના ઉપાય સેવવા જેવા છે, અન્ય કંઈ સેવવા જેવું નથી.’ તેવી સ્થિરબુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેથી તેવા સૂક્ષ્મબોધને કારણે તેઓના ભોગો પણ કિંચિત્કર છે; તોપણ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ જેવો અતિશય બોધ નથી. તેથી ભોગકાળમાં અંશથી પ્રમાદ સહકારી બને છે અર્થાત્ ભોગમાં સારબુદ્ધિ કરાવે તેવો પ્રમાદ નથી, તોપણ ભોગકાળમાં ભોગમાં કંઈક પ્રીતિ ઉત્પન્ન કરાવે તેવો પ્રમાદ થાય છે. તેથી અનવરત શ્રુતધર્મમાં તેઓનું મન પ્રવૃત્ત રહી શકતું નથી, પરંતુ ભોગના સંશ્લેષવાળું ચિત્ત બને છે, તે અંશથી ભોગની પ્રવૃત્તિ પ્રમાદના સહકા૨વાળી છે. તેથી ભોગની પ્રવૃત્તિ સર્વથા અકિંચિત્કર નથી, પરંતુ કંઈક અંશથી ધર્મશક્તિને નિર્બળ કરે છે. જ્યારે કાન્તાદૃષ્ટિમાં તો ધારણા નામનું યોગાંગ હોવાને કારણે જ્ઞાનનો ઉત્કર્ષ વર્તી રહ્યો છે, તેથી ભોગકાળમાં અંશથી પણ પ્રમાદ નથી. તેથી અપ્રમાદભાવથી ધર્મશક્તિમાં યત્ન વર્તી રહ્યો છે, માત્ર ભોગએકનાશ્ય એવા અવિરતિઆપાદક કર્મને કારણે અપ્રત્યાખ્યાનીય કે પ્રત્યાખ્યાનીય ચારિત્રમોહનીય કર્મનો ઉદયમાત્ર વર્તે છે. તેથી સંયમસ્થાનનો યત્ન થતો નથી, તોપણ અપ્રમાદભાવથી ધર્મમાં સુદૃઢ યત્ન થાય છે, અને આથી કાન્તાદૃષ્ટિમાં રહેલા ગૃહસ્થને પણ ઉપચારથી યતિભાવ જ છે.
૫૩
આશય એ છે કે ‘યતમાન હોય તે યતિ અર્થાત્ મોક્ષમાર્ગમાં જે સતત યતમાન હોય તે યતિ’ એ પ્રકારનો ‘યતિ’ શબ્દનો અર્થ કરીએ, તો કાન્તાદૃષ્ટિમાં રહેલા ગૃહસ્થો ભોગની પ્રવૃત્તિ કરે છે ત્યારે લેશ પણ પ્રમાદ કરતા નથી; પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org