________________
પ૪
સદ્દષ્ટિાત્રિશિકા/શ્લોક-૧૫-૧૬ અપ્રમાદભાવથી યોગમાર્ગમાં યતમાન છે. તેથી ભોગના પ્રવૃત્તિકાળમાં પણ ભોગના સંશ્લેષવાળું ચિત્ત બનતું નથી, પરંતુ અપ્રમાદભાવથી ભોગ્યકર્મના નાશને અનુકૂળ યત્નવાળું ચિત્ત વર્તે છે. માટે ઉપચારથી તેઓને યતિ કહેવાય અર્થાત્ પરમાર્થથી યતિ તો સર્વવિરતિવાળા મુનિઓ છે, અને અવિરતિના ઉદયવાળા કાન્તાદૃષ્ટિવાળા ગૃહસ્થો યતિ નથી, પરંતુ મુનિની જેમ અપ્રમાદભાવથી યોગમાર્ગમાં યતમાન છે, માટે ઉપચારથી તેઓને યતિભાવ છે. વળી, કાન્તાદૃષ્ટિવાળા યોગી ભોગમાં યત્ન કરે છે ત્યારે યતિભાવથી વિરુદ્ધ પરિણામ લેશથી પણ નથી અર્થાત્ યોગમાર્ગમાં પ્રમાદ કરાવે તેવો યતિભાવથી વિરોધી પરિણામ તેઓને લેશથી પણ નથી, એ પ્રકારનો આચાર્યનો આશય છે. ૧પII અવતરણિકા :
શ્લોક-૮માં બતાવ્યું કે કાન્તાદષ્ટિમાં ધારણાયોગાંગ પ્રગટે છે, ક્રિયાનો અત્યમુદ્ દોષ જાય છે અને મીમાંસા નામનો ગુણ પ્રગટે છે. ત્યારપછી ધારણાયોગાંગનું સ્વરૂપ બતાવ્યું. હવે કાનાદષ્ટિમાં પ્રગટ થયેલ મીમાંસા ગુણ કેવો છે ? તે બતાવે છે – શ્લોક :
मीमांसा दीपिका चास्यां मोहध्वान्तविनाशिनी ।
तत्त्वालोकेन तेन स्यान्न कदाप्यसमञ्जसम् ।।१६।। અન્વયાર્થ :
મસ્યાં =અને આમાં=કાત્તાદૃષ્ટિમાં તત્ત્વાનોન તત્વનો પ્રકાશ હોવાને કારણે, મોરધ્ધાન્તવિનાશિની=મોહરૂપી અંધકારનો વિનાશ કરનાર મીમાંસા તપિવ=મીમાંસા દીપિકા છે; તેને તે કારણથી વાપિ ક્યારેય પણ સમગ્નસમ્ ન થા=અસમંજસ ન થાય. ll૧૬ શ્લોકાર્ચ -
અને કાન્તાદૃષ્ટિમાં તત્વનો પ્રકાશ હોવાને કારણે મોહરૂપી અંધકારનો વિનાશ કરનાર મીમાંસા દીપિકા છે; તે કારણથી ક્યારેય પણ અસમંજસ ન થાય. II૧૬I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org