________________
પપ
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૬ ટીકા -
मीमांसेति-मीमांसा सद्विचारणा, दीपिका चास्यां कान्तायां मोहध्वान्तविनाशिनी-अज्ञानतिमिरापहारिणी, तत्त्वालोकेन-परमार्थप्रकाशेन, तेन कारणेन, न कदाप्यसमञ्जसं स्यात्, अज्ञाननिमित्तको हि तद्भाव इति ।।१६।। ટીકાર્ચ -
મીમાંસા દવાRUTI .... તમાવ રૂતિ છે અને આમાં=કાતાદષ્ટિમાં, તત્ત્વનો આલોક હોવાને કારણે= પરમાર્થનો પ્રકાશ હોવાને કારણે જીવતા પારમાર્થિક સ્વરૂપનો બોધ હોવાને કારણે, મોહબ્લાસ વિનાશિની=અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનારી=થોગમાર્ગમાં અખ્ખલિત પ્રવૃત્તિ કરવામાં બાધક એવા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારી, સવિચારણારૂપ મીમાંસા દીપિકા છે. તે કારણથી ક્યારેય પણ અસમંજસ ન થાય-ક્યારેય પણ કર્મબંધને અનુકૂળ એવી પ્રમાદની પ્રવૃત્તિરૂપ અસમંજસ ન થાય. હી=જે કારણથી, અજ્ઞાનનિમિત્તક તેનો ભાવ છે= પ્રવૃત્તિવિષયક પ્રમાદના વિવર્તનમાં સમર્થ એવા જ્ઞાનના અભાવનિમિત્તક અસમંજસ પ્રવૃત્તિનો સદ્દભાવ છે. રૂતિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. ૧૬ ભાવાર્થ :મીમાંસાગુણનું સ્વરૂપ અને કાર્ય -
સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ કરતાં કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને પરમાર્થનું પ્રકાશન ઘણું અધિક છે. તેના કારણે તેઓને સદ્વિચારણારૂપ મીમાંસા વર્તતી હોય છે, અને જેમ અંધકારનો નાશ દીવાથી થાય છે, તેમ અસમંજસ પ્રવૃત્તિ કરાવે તેવા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ આ મીમાંસા દીપિકાથી થાય છે, અને મીમાંસા દીપિકાથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થવાથી આ દૃષ્ટિમાં ક્યારેય અસમંજસ પ્રવૃત્તિ થતી નથી.
આશય એ છે કે સંસારી જીવો કર્મબંધને અનુકૂળ જે કંઈ અસમંજસ પ્રવૃત્તિ કરે છે, તે અજ્ઞાનને કારણે કરે છે, અને તે અસમંજસ પ્રવૃત્તિ કરીને અહિતની પરંપરા ઉત્પન્ન કરે છે; જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org