________________
પક
સદ્દષ્ટિદ્વાસિંશિકા/શ્લોક-૧૬-૧૭ સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને સૂક્ષ્મબોધ છે, તેથી તેઓ સંસારી જીવોની જેમ અસમંજસ પ્રવૃત્તિ કરતા નથી; તોપણ અવિરતિના ઉદયથી ભોગોમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે કંઈક પ્રમાદ પણ થાય છે, જે તેઓ માટે અસમંજસ પ્રવૃત્તિરૂપ છે; કેમ કે અહીં યોગમાર્ગની પ્રવૃત્તિ ઉચિત પ્રવૃત્તિરૂપ છે, અને તે સિવાયની સર્વ પ્રવૃત્તિ અસમંજસ પ્રવૃત્તિરૂપ છે. તેથી સ્થિરાદષ્ટિવાળા યોગીની ભોગકાળમાં અંશથી જે પ્રમાદની પ્રવૃત્તિ છે, તે યોગમાર્ગની પ્રવૃત્તિને કંઈક પ્લાન કરે છે, માટે અસમંજસ છે; અને
કાન્તાદૃષ્ટિમાં રહેલા યોગીઓ ભોગકાળમાં પણ પ્રમાદ થાય તેવી કોઈ અસમંજસ પ્રવૃત્તિ કરતા નથી. તેથી ભોગએકનાશ્ય કર્મ ન હોય તો ક્યારેય ભોગમાં પ્રવૃત્તિ કરતા નથી, અને ભોગએકનાશ્ય કર્મ હોય તો તે કર્મનાશના ઉપાયરૂપે ભોગમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ પ્રમાદને વશ થઈને ભોગમાં પ્રવૃત્તિ કરતા નથી. તેથી કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને યોગમાર્ગને બાધા કરે તેવી અસમંજસ પ્રવૃત્તિ ક્યારેય હોતી નથી, કેમ કે અસમંજસ પ્રવૃત્તિનો સદ્ભાવ અજ્ઞાનનિમિત્તક છે, અને કાન્તાદૃષ્ટિવાળા યોગીઓમાં અસમંજસ પ્રવૃત્તિના કારણભૂત અજ્ઞાન નથી, માટે અસમંજસ પ્રવૃત્તિ નથી. I૧૬ના
-: પ્રભાષ્ટિ :અવતરણિકા :
સ્થિરાદષ્ટિનું વર્ણન શ્લોક-૧ થી ૭માં કર્યું. ત્યારબાદ કાત્તાદૃષ્ટિનું વર્ણન શ્લોક-૮ થી ૧૬માં કર્યા પછી ક્રમ પ્રાપ્ત પ્રભાષ્ટિનું સ્વરૂપ બતાવે છે - શ્લોક :
ध्यानसारा प्रभा तत्त्वप्रतिपत्तियुता रुजा ।
वर्जिता च विनिर्दिष्टा सत्प्रवृत्तिपदावहा ।।१७।। અન્વયાર્થ -
ધ્યાનસાર=ધ્યાન નામના યોગાંગથી મનોહર, તત્ત્વપ્રતિપત્તિયુકતત્વપ્રતિપતિથી યુક્ત, રુના áનતા=રુમ્ દોષથી વજિત સત્રવૃત્તિપીવદા ર=અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org