________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૫
પ૧ દીપવિનાશક=દીવાને બુઝાવનાર, પવન, મોટી જવાળાવાળા દાવાનળને હણતો નથી, ઊલટું બળવાન એવા તેની=દાવાનળની, સહાયતાને જ કરે છે. એ રીતે=દીવાનો વિનાશ કરનાર વાયુ વાળાવાળા દાવાનળને સહાય કરે છે એ રીતે, અહીં કાત્તાદૃષ્ટિમાં, ભોગશક્તિ, અવશ્યભોગ્યકર્મના ક્ષયમાં બળવાન એવી ધર્મશક્તિની પણ સહાયતાને કરે છે; પરંતુ નિર્બળપણું હોવાને કારણે=ભોગશક્તિનું નિર્બળપણું હોવાને કારણે, તેનો ધર્મશક્તિનો, વિરોધ કરતી નથી. “તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે.
જોકે જ્ઞાનની અપેક્ષાએ સ્થિરામાં પણસ્થિરાદૃષ્ટિમાં પણ ભોગોનું અકિંચિત્કરપણું છે જ, તોપણ ત્યારે=ભોગકાળમાં, તેઓનું ભોગોનું, અંશમાં પ્રમાદાસહકારીપણું પણ છે. વળી કાત્તામાંકાન્તાદષ્ટિમાં, ધારણાને કારણે= ધારણાયોગાંગને કારણે, જ્ઞાનનો ઉત્કર્ષ હોવાથી, તેઓનું ભોગોનું, તથાપણું પણ નથી=અંશમાં પ્રમાદસહકારીપણું પણ નથી. ગૃહસ્થને પણ આવી દશામાં=કાત્તાદષ્ટિની ધારણાયોગાંગને કારણે થતી જ્ઞાનની ઉત્કર્ષદશામાં, ઉપચારથી યતિભાવ જ છે. ચારિત્રમોહના ઉદયમાત્રથી કેવળ સંયમસ્થાનનો લાભ નથી, પરંતુ તેનો વિરોધી પરિણામ લેશથી પણ નથી યતિભાવનો વિરોધી પરિણામ લેશથી પણ નથી, એ પ્રમાણે આચાર્યોનો આશય છે. ll૧૫
આ વિરોધનોકપિ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે વિરોધી છે પણ નિર્બળ છે, તેથી અકિંચિત્કર છે, વિરોધી ન હોય તો તો અકિંચિત્કરપણું છે, પરંતુ અહીં વિરોધી પણ નિર્બળનું અકિંચિત્કરપણું છે.
ક “ધર્મશપતેરપિ' - અહીં ‘'થી એ કહેવું છે કે ભોગશક્તિ સંસારશક્તિની સહાયતાને તો કરે છે, પરંતુ અહીં ભોગશક્તિ બળવાન એવી ધર્મશક્તિની પણ સહાયતાને કરે છે.
કથિરીયામપ’ – અહીં ‘પ'થી એ કહેવું છે કે કાન્તાદૃષ્ટિમાં તો ભોગોનું અકિંચિત્કરપણું છે, પરંતુ સ્થિરાદષ્ટિમાં પણ જ્ઞાનની અપેક્ષાએ ભોગનું અકિંચિત્કરપણું છે.
છે ‘પ્રમાલિદારત્વમા' - અહીં ‘પ'થી એ કહેવું છે કે સ્થિરાદષ્ટિમાં ભોગો ભોગ્ય કર્મનો નાશ તો કરે જ છે; પરંતુ અંશથી પ્રમાદના સહકારી પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org