________________
સદ્દષ્ટિહાવિંશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫
૭૭ વિક્ષેપધર્મ છે અર્થાત્ વિક્ષિપ્ત થયેલું ચિત્ત ઘડીક આ અર્થને ગ્રહણ કરે તો ઘડીક અન્ય અર્થને ગ્રહણ કરે છે. આ પ્રકારે સર્વ અર્થને ગ્રહણ કરવું એવો ચિત્તનો જે ધર્મ છે, તે સર્વાર્થતા છે. તેથી એ ફલિત થાય કે ચિત્ત સર્વાર્થ છે અને ચિત્તમાં સર્વાર્થતા છે.
(૨) એકાગ્રતા :- એકાગ્રતા એટલે એક આલંબનમાં સદૃશ પરિણામિતા અર્થાત્ એક વસ્તુને આલંબન કરીને ચિત્તમાં એક સરખો પરિણામ ધારણ કરવો એ એકાગ્રતા છે. આનાથી એ ફલિત થાય કે સદશ પરિણામવાળું ચિત્ત એકાગ્ર છે અને ચિત્તમાં એકાગ્રતા છે.
જ્યારે સાધક યત્નપૂર્વક સર્વાર્થતાનો ક્ષય કરે અને એકાગ્રતાનો ઉદય કરે ત્યારે ચિત્ત સમાધિવાળું થાય છે. સર્વાર્થતાનો ક્ષય શું છે ? તે સ્પષ્ટ કરે છે – સર્વાર્થતાનો અત્યંત અભિભવ તે ક્ષય છે. એકાગ્રતાનો ઉદય શું છે ? તે સ્પષ્ટ કરે છે --
એકાગ્રતાની ચિત્તમાં અભિવ્યક્તિ=ચિત્તમાં એકાગ્રતા પ્રગટ થઈ, તે એકાગ્રતાનો ઉદય છે.
સમાધિ વખતે સાધકના ચિત્તમાં સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય વર્તે છે, અને તે વખતે ઉદ્રિક્ત સત્ત્વવાળું ચિત્ત અન્વયીરૂપે અવસ્થિત છે=ચિત્તના સાત્ત્વિક, રાજસિક અને તામસિક ધર્મમાંથી સાત્ત્વિક ધર્મ ઉદ્રક પામે છે, અને તેવું સાત્ત્વિકધર્મવાળું ચિત્ત સર્વાર્થતાના ક્ષય અને એકાગ્રતાના ઉદયમાં અન્વયીપણારૂપે અવસ્થિત છે, તે સમાધિનો પરિણામ કહેવાય છે.
આનાથી એ ફલિત થાય કે જેમ સુવર્ણના કુંડળમાંથી મુગટ બનાવાય છે, ત્યારે કુંડળનો ક્ષય અને મુગટનો ઉદય થાય છે, અને કુંડળના ક્ષય કે મુગટના ઉદયમાં સુવર્ણ અવસ્થિત છે; તેમ સર્વાર્થતાવાળું ચિત્ત જ્યારે એકાગ્રતાવાળું બને છે, ત્યારે સત્ત્વના ઉદ્રકવાળું ચિત્ત અન્વયી હોય છે. તેથી સત્ત્વના ઉદ્રકવાળા ચિત્તમાં સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય વર્તે છે, અને તે બંનેમાં સત્ત્વના ઉદ્રકવાળું ચિત્ત અન્વયી છે, તે સમાધિનો પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org