________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩-૨૪-૨૫
અહીં પ્રશ્ન થાય કે પૂર્વશ્લોક-૨૩માં નિરોધનું સ્વરૂપ બતાવ્યું, અને પ્રસ્તુત શ્લોક-૨૪માં સમાધિનું સ્વરૂપ બતાવ્યું. તે બેમાં શું ભેદ છે ? એથી કહે છે
૭૬
‘પૂર્વત્ર ડચનયોર્મેવઃ' પૂર્વત્ર=નિરોધમાં, વિક્ષેપનો અભિભવમાત્ર છે, અને અહીં=સમાધિમાં વળી અનુત્પત્તિરૂપ અતીત અધ્વમાં પ્રવેશ અત્યંત અભિભવ અર્થાત્ વિક્ષેપનો અત્યંત અભિભવ છે. એથી આ બેનો-તિરોધ અને સમાધિનો ભેદ છે.
.....
‘E=અધિકૃતવર્ગને’ શ્લોક-૨૪ના અંતે ‘દ' શબ્દ છે, જેનો અન્વય શ્લોક૨૩-૨૪ સાથે છે. તેનો અર્થ આ પ્રમાણે છે
ઙ્ગ =અધિકૃત દર્શનમાં=સાંખ્યદર્શન મતમાં, પ્રશાંતવાહિતા, નિરોધ, સમાધિ અને એકાગ્રતાનું સ્વરૂપ શ્લોક-૨૩-૨૪માં બતાવ્યું, એ પ્રમાણે છે, એમ અન્વય છે.
---
-
तुलयावेक
પરિણામઃ સમાહિત-ચિત્ત-અન્વયી=સમાધિવાળા ચિત્તમાં અન્વયી, તુલ્ય એવા=એકરૂપ આલંબનપણા વડે સદેશ એવા, શાંતઉદિત પ્રત્યયો=અતીત અધ્ધપ્રવિષ્ટ અર્થાત્ અતીત ક્ષણ પ્રવિષ્ટ અને વર્તમાન અર્ધી સ્ફુરિત અર્થાત્ વર્તમાન ક્ષણમાં સ્ફુરિત રૂપ, શાંતઉદિત પ્રત્યયો, એકાગ્રતા કહેવાય છે.
તે કહેવાયું છે=એકાગ્રતાનું લક્ષણ પાતંજલ યોગસૂત્ર-૩-૧૨માં કહેવાયું
છે
“ચિત્તના શાન્ત-ઉદિત તુલ્ય પ્રત્યયો એકાગ્રતા પરિણામ છે.”
ભાવાર્થ :
પ્રશાંતવાહિતા નિરોધથી થાય છે, તે શ્લોક-૨૩માં બતાવ્યું. તેથી જિજ્ઞાસા થાય કે નિરોધ શું છે ? તેથી શ્લોક-૨૩ના ઉત્તરાર્ધમાં નિરોધનું સ્વરૂપ બતાવ્યું. હવે નિરોધથી પ્રગટ થયેલી પ્રશાંતવાહિતાને અતિશય કરનાર સમાધિનું સ્વરૂપ બતાવે છે
સમાધિનાં બે અંગો છે : (૧) સર્વાર્થતાનો ક્ષય, અને (૨) એકાગ્રતાનો ઉદય. (૧) સર્વાર્થતા :- સર્વાર્થતા એટલે ચિત્તનું ચલપણું હોવાને કારણે જુદા જુદા પ્રકારના અર્થોને ચિત્ત જે ગ્રહણ કરે છે તે સર્વાર્થતા છે, અને ચિત્તનો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org