________________
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ આ પ્રશાંતવાહિતા શેનાથી થાય છે ? તે બતાવે છે – વૃત્તિના=વૃત્તિમય ચિત્તના, નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી થાય છે=પ્રશાંતવાહિતા થાય છે.
તેને કહે છે–પ્રશાંતવાહિતા શેનાથી થાય છે ? તેને પાતંજલ યોગસૂત્ર૩-૧૦માં કહે છે – “તેના=ચિત્તના, સંસ્કારથી=નિરોધના સંસ્કારથી, પ્રશાન્તવાહિતા થાય છે.” શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે – આ વિરોધ જ શું છે? એથી કહે છે – તેનાથી અને વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા એવા=નિરોધથી ઉત્પન્ન થયેલા અને વ્યુત્થાતથી ઉત્પન્ન થયેલા એવા, સંસ્કારોના વર્તમાન અધ્વની વર્તમાન ક્ષણની, અભિવ્યક્તિ=પ્રાદુર્ભાવ અને કાર્ય કરવામાં અસામર્થ્યરૂપ અવસ્થાન સ્વરૂપ=તિરોભાવ, આ નિરોધ, છે અર્થાત્ ચિત્તની વર્તમાન ક્ષણમાં વિરોધના સંસ્કારની અભિવ્યક્તિરૂપ નિરોધના સંસ્કારનો પ્રાદુર્ભાવ અને વ્યુત્થાનના સંસ્કારોનું કાર્ય કરવામાં અસમર્થ અવસ્થારૂપ વ્યુત્થાનના સંસ્કારોનો તિરોભાવ તે વિરોધ છે.
પૂર્વમાં નિરોધનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે સાત્ત્વિક, રાજસી અને તામસી ગુણવૃત્તિવાળું ચિત્ત હંમેશાં ચલ છે. તેથી ચિત્ત નિરુદ્ધ છે, તેમ કેમ કહી શકાય ? તેથી પ્રશાંતવાહિતાકાળમાં વર્તતા ચિત્તમાં નિરોધ શબ્દનો વ્યવહાર કેમ છે ? તેમાં હેતુ બતાવે છે --
ગુણવૃત્તિવાળા એવા ચિત્તનું ચલપણું હોવા છતાં પણ, કહેવાયેલા ઉભયના પૂર્વમાં કહેલા વિરોધના સંસ્કારના અને વ્યુત્થાનના સંસ્કારના, વૃત્તિપણાનો અવય હોવાને કારણે=નિરોધથી ઉત્પન્ન થયેલા સંસ્કારના પ્રાદુર્ભાવનો અને વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોના તિરોભાવતો ચિત્તમાં વર્તવાપણાનો અવય હોવાને કારણે, ચિત્તના તેવા પ્રકારના વૈર્યને ગ્રહણ કરીને=નિરોધના સંસ્કારના પ્રાદુર્ભાવરૂપ અને વ્યુત્થાનના સંસ્કારના તિરોભાવરૂપ ધૈર્યને ગ્રહણ કરીને, વિરોધ પરિણામ શબ્દનો વ્યવહાર છે=ચિત્તમાં વિરોધ પરિણામ છે, એ પ્રકારના શબ્દનો પ્રયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org