________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫
તે કહેવાયું છે=શ્લોકમાં બતાવ્યું તે નિરોધનું સ્વરૂપ ‘પાતંજલ યોગસૂત્ર’૩-૯માં કહેવાયું છે
“વ્યુત્થાન અને નિરોધના સંસ્કારોનો અભિભવ અને પ્રાદુર્ભાવ, અને નિરોધક્ષણવાળા ચિત્તનો અન્વય, નિરોધ પરિણામ છે.”
‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ।૨૩।।
-
નોંધ :- શ્લોક-૨૩ની ટીકામાં ‘પત્નેિઽત્તિ મુળવૃત્તસ્ય' પછી વતોમયક્ષયવૃત્તિત્વાન્વયેન શબ્દ છે, ત્યાં ‘૩વતોમયસ્ય વૃત્તિત્ત્વાન્વયેન' એ પ્રમાણેનો પાઠ હોવાની સંભાવના લાગે છે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે.
૭૩
* ‘વતત્ત્વવિ’ - અહીં ‘પિ’થી એ કહેવું છે કે ગુણવૃત્ત એવા ચિત્તનું ચલપણું ન હોય તો તો નિરોધપરિણામ શબ્દનો વ્યવહાર થાય, પરંતુ ગુણવૃત્ત એવા ચિત્તનું ચલપણું હોવા છતાં પણ તેવા પ્રકારના સ્વૈર્યને ગ્રહણ કરી નિરોધપરિણામ શબ્દનો વ્યવહાર થાય છે.
શ્લોક-૨૩નો ભાવાર્થ :
પ્રશાંતવાહિતાનું સ્વરૂપ ઃ- સાંખ્યદર્શન અસંગઅનુષ્ઠાનને પ્રશાંતવાહિતા કહે છે, અને પ્રશાંતવાહિતાનો અર્થ કરે છે કે ચિત્તમાં વિક્ષેપોનો પરિહાર થાય ત્યારે સદેશ પ્રવાહનો પરિણામ વર્તે તે પ્રશાંતવાહિતા છે.
તેથી એ પ્રાપ્ત થાય કે ‘આ પદાર્થ મને ઇષ્ટ છે, આ પદાર્થ મને અનિષ્ટ છે', એવી બુદ્ધિને કારણે ઇષ્ટ પ્રત્યેનો પક્ષપાત અને અનિષ્ટ પ્રત્યેનો દ્વેષ કરાવે તેવા વિકલ્પો જીવમાં થાય છે, અને તે સર્વ વિકલ્પોનો પરિહાર થાય ત્યારે જીવમાં નિર્વિકલ્પ દશા પ્રગટે છે. નિર્વિકલ્પદશાકાળમાં શેયનું જ્ઞાન થાય એટલો જ્ઞાનનો ઉપયોગ વર્તે છે, તેથી શેયના બોધસ્વરૂપ જ્ઞાનનો પ્રવાહ વર્તે છે, અને તે જ્ઞાનનો પ્રવાહ જ્ઞેયના બોધસ્વરૂપ સર્વકાળમાં સદેશ છે, તે પ્રશાંતવાહિતા છે.
નિરોધનું સ્વરૂપ ઃ- જીવમાં વ્યુત્થાનદશા=બાહ્યદશા વર્તે છે, તેથી વ્યુત્થાનના= બાહ્યદશાના સંસ્કારોનો પ્રવાહ ચાલતો હોય છે. આ વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોના પ્રવાહના નિરોધ માટે યોગીઓ શાસ્ત્રવચનાનુસાર સદનુષ્ઠાનોમાં પ્રવૃત્તિ કરે છે, જે ચિત્તનો નિરોધ કરવાની ક્રિયા છે; અને આ નિરોધ કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org