________________
૭૪
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ ક્રિયાથી આત્મામાં નિરોધના સંસ્કારો ઉત્પન્ન થાય છે; અને તે સંસ્કારો જ્યારે ઘનિષ્ઠ થાય છે, ત્યારે વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારો તિરોભાવ પામે છે અને નિરોધના સંસ્કારો પ્રાદુર્ભાવ પામે છે; તેથી યોગીનું ચિત્ત નિરોધવાળું બને છે અર્થાત્ તે યોગીના ચિત્તમાં વ્યુત્થાનના સંસ્કારો નષ્ટપ્રાય હોવાથી તે સંસ્કારો કાર્ય કરવામાં સામર્થ્ય વગરના થયેલા હોય છે, અને નિરોધના સંસ્કારો અભિવ્યક્ત થયેલા હોય છે, તેથી નિરુદ્ધદશાવાળું ચિત્ત છે. માટે આત્મામાં પ્રશાંતવાહિતાનો પ્રવાહ ચાલે છે.
અહીં વિશેષ એ છે કે સાંખ્યદર્શન પ્રમાણે ચિત્ત સાત્ત્વિક, રાજસિક અને તામસિક વૃત્તિવાળું છે; અને ચિત્તમાં જ્યારે સાત્ત્વિક પ્રકૃતિ અધિક હોય, ત્યારે તામસિક અને રાજસિક પ્રકૃતિ ગૌણ બને છે, અને જ્યારે રાજસિક પ્રવૃત્તિ અધિક હોય ત્યારે સાત્ત્વિક અને તામસિક પ્રકૃતિ ગૌણ બને છે, અને જ્યારે તામસિક પ્રકૃતિ અધિક હોય ત્યારે સાત્ત્વિક અને રાજસિક પ્રકૃતિ ગૌણ બને છે; અને ચિત્તની આ વૃત્તિઓ ચલ છે, તેથી ગુણવૃત્તિવાળું ચિત્ત ચલસ્વભાવવાળું છે.
વળી, જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે દ્રચિત્ત પુલાત્મક છે, અને સંસારી જીવો દ્રવ્યચિત્તને અવલંબીને મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તાવે છે, જે ઉપયોગ ભાવચિત્તરૂપ છે; અને તે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ભાવચિત્ત રાગથી, દ્વેષથી કે સત્ત્વથી આક્રાંત હોય છે. સંસારી જીવોનું ચિત્ત રાગથી કે દ્વેષથી આક્રાંત હોય ત્યારે સત્ત્વ ગૌણ હોય છે, તેથી તેઓનું ચિત્ત તો ચલ છે જ પરંતુ યોગીઓનું ચિત્ત સત્ત્વને પ્રધાન કરીને, રાગ-દ્વેષને ગૌણ કરીને પ્રવર્તતું હોય છે, ત્યારે પણ મતિજ્ઞાનના ઉપયોગસ્વરૂપ ચલ ચિત્ત છે; કેમ કે મતિજ્ઞાનનો ઉપયોગ મનનરૂપે વર્તે છે, તેથી ધ્યાન અવસ્થામાં પણ રહેલા યોગીનું ચિત્ત નિરુદ્ધ છે, એમ કહી શકાય નહીં. આવી શંકાને સામે રાખીને ખુલાસો કરે છે કે અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓનું ચિત્ત ગુણવૃત્તિની અપેક્ષાએ ચલ હોવા છતાં, વ્યુત્થાનદશાના સંસ્કારો તિરોધાન પામેલા છે અને નિરોધના સંસ્કારો પ્રાદુર્ભાવ પામેલા છે, તે અપેક્ષાએ સ્થિરભાવવાળું છે; અને તેને આશ્રયીને અસંગઅનુષ્ઠાનવાળા યોગીઓનું ચિત્ત નિરોધપરિણામવાળું છે, તે પ્રકારનો વ્યવહાર છે.
વસ્તુતઃ કેવળજ્ઞાનમાં આત્મા સંપૂર્ણ સ્થિરઅવસ્થાવાળા જ્ઞાનના ઉપયોગવાળો છે, પરંતુ જ્યાં સુધી મતિજ્ઞાનનો ઉપયોગ છે, ત્યાં સુધી તે ઉપયોગ ચલસ્વભાવવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org