________________
૧૦૫
સદ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ ટીકાર્ચ -
તત્ર યોજો ..... પ્રાતિ | ત્યાં યોગના અંતે-શેલેશી અવસ્થામાં, યોગમાં મુખ્ય એવા અયોગથી અવ્યાપારથી, ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરીને લોકના અંતે પરમાનંદરૂપ સ્થાનમાં જાય છે. li૩૨ાા ભાવાર્થ :પરાષ્ટિવાળા યોગીઓને યોગનિરોધ દ્વારા મોક્ષપદની પ્રાપ્તિ -
પરાષ્ટિવાળા યોગી ધર્મસંન્યાસના વ્યાપારથી કેવળજ્ઞાન પામ્યા પછી ઉચિત કાળે શૈલેશી અવસ્થારૂપ યોગની પ્રકૃષ્ટ ભૂમિકાને પ્રાપ્ત કરે છે, અને તે શૈલેશી અવસ્થામાં યોગમાં મુખ્ય એવા અયોગથી=અવ્યાપારથી, ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરે છે અર્થાત્ અયોગી અવસ્થાને પામ્યા પછી એ અયોગી અવસ્થાના બળથી અયોગી અવસ્થાની ચરમક્ષણમાં ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરે છે, અને ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થવાથી સર્વ કર્મોથી રહિત એવા તે યોગી લોકના અંતે પરમાનંદના સ્થાનભૂત મોક્ષમાં જાય છે. ll૩શા
इति सदृष्टिद्वात्रिंशिका ।।२४ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org