________________
સદ્દષ્ટિદ્વાäિશિકા/શ્લોક-૨૭
૯૩ પોતે ઉપયુક્ત છે, તે વખતે પોતાનામાં સત્તારૂપે રહેલું પરમાત્મરૂપ ધ્યેયનું સ્વરૂપમાત્ર પોતાને દેખાય છે. આવું ધ્યાનવિશેષ સમાધિ છે.
સ્વરૂપમાત્રનિર્માસવાળું ધ્યાનવિશેષ સમાધિ છે' તેમાં યુક્તિ આપી કે ઉપયોગમાં અર્થાકારનો સમાવેશ છે અર્થાત્ પોતાને સાધના દ્વારા શુદ્ધ આત્મા આવિર્ભાવ કરવો એ પ્રાપ્તવ્ય અર્થ છે, અને આવા અર્થનો આકાર તેઓના ઉપયોગમાં સ્કુરાયમાન થઈ રહ્યો છે, માટે તે ધ્યાનના ઉપયોગમાં અર્થકારનો સમાવેશ છે. તેથી એ ફલિત થાય કે શુદ્ધ આત્માને જોવા માટેનો આ ઉપયોગ છે. વળી, શુદ્ધ આત્માને જોવા માટેનો આ ઉપયોગ હોવાને કારણે તે ઉપયોગનો વિષય ભૂતાર્થરૂપ છે અર્થાત્ પોતાનામાં તે ભાવો સદ્ભતરૂપે વિદ્યમાન છે, તવિષયક આ ઉપયોગ છે, માટે ભૂતાર્થરૂપ છે; અને “હું આ સ્વરૂપનું ધ્યાન કરું છું' એ પ્રકારનું જ્ઞાનનું સ્વરૂપ ગૌણ થઈ ગયું છે, પરંતુ ધ્યેય એવા પરમાત્માના સ્વરૂપમાત્રને જોવા માટે ઉપયોગ વર્તી રહ્યો છે. તેથી આ ઉપયોગમાં જ્ઞાનના સ્વરૂપની શૂન્યતાની પ્રાપ્તિ છે અર્થાત્ ધ્યાનના આ ઉપયોગમાં “હું પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરી રહ્યો છું એ પ્રકારનું જ્ઞાનનું સ્વરૂપ નથી, પરંતુ ધ્યેય એવા પરમાત્માનું સ્વરૂપમાત્ર નિર્ભાસ થાય છે. તેથી પ્રસ્તુત ધ્યાનમાં ધ્યેયના સ્વરૂપમાત્રનો નિર્માસ છે, પરંતુ “હું ધ્યેયનું ધ્યાન કરું છું” એવા જ્ઞાનના સ્વરૂપવાળો નિર્માસ નથી, અને આવું ધ્યાનવિશેષ જ સમાધિ છે. સમાધિપરિણામ અને સમાધિયોગાંગનો ભેદ :
અહીં વિશેષ એ છે કે “પાતંજલ યોગસૂત્ર-૩-૩માં સમાધિ નામનું આઠમું યોગાંગ બતાવ્યું, ૩-૯માં નિરોધપરિણામ બતાવ્યો, ૩-૧૧માં સમાધિપરિણામ બતાવ્યો અને ૩-૧૨માં એકાગ્રતાપરિણામ બતાવ્યો. આ ત્રણ પરિણામો અર્થાત્ નિરોધનો પરિણામ, સમાધિનો પરિણામ અને એકાગ્રતાનો પરિણામ, પ્રભાષ્ટિમાં પ્રગટ થાય છે, તેમ ઉપાધ્યાયજી મહારાજાએ બતાવ્યું, અને પરાષ્ટિમાં સમાધિ નામનું આઠમું યોગાંગ પ્રગટ થાય છે તે બતાવ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સમાધિપરિણામ જુદો છે અને સમાધિ નામનું આઠમું યોગાંગ જુદું છે. સમાધિપરિણામમાં વિક્ષેપનો અત્યંત અભિભવ હોય છે અને ચિત્ત એકાગ્રપરિણામવાળું હોય છે, જ્યારે સમાધિ નામના આઠમા યોગાંગમાં ધ્યેયના સ્વરૂપમાત્રનો નિર્માસ હોય છે. રબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org