________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭
સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળું ધ્યાન જ સમાધિ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે પ્રભાદૃષ્ટિમાં ધ્યાન હતું, અને અહીં સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળું ધ્યાન છે, જે વિશિષ્ટ ધ્યાન છે. તેથી પ્રભાદૃષ્ટિમાં વર્તતા ધ્યાન કરતાં વિશિષ્ટ એવું જે ધ્યાન તે સમાધિ છે; અને આવો અર્થ કરીએ તો યોગનાં આઠ અંગો છે, તેમાં સાતમું અંગ ધ્યાન છે, અને આઠમું અંગ પણ વિશિષ્ટ ધ્યાન બને. તેથી યોગનાં આઠ અંગો ન રહે, પરંતુ સાત અંગ બની જાય. તેથી યોગનાં આઠ અંગો જે પ્રસિદ્ધ છે, તેના વિભાગનો અતિક્રમ કર્યા વગર બીજાઓ ‘સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળું ધ્યાનવિશેષ સમાધિ નથી, પરંતુ ધ્યાનનું ફળ સમાધિ છે,' એમ કહે છે, અને ધ્યાનના ફળરૂપ આ સમાધિમાં સ્વરૂપમાત્રનો નિર્ભાસ થાય છે એમ કેટલાક કહે છે, તેથી એ ફલિત થાય કે સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળું ધ્યાનવિશેષ સમાધિ છે એમ કેટલાક કહે છે, અને ધ્યાનના ફળરૂપ સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળી સમાધિ છે, એમ અન્ય કહે છે.
૯૨
સ્વરૂપમાત્રના નિર્વ્યાસવાળું ધ્યાન જ સમાધિ છે એમ કહ્યું, ત્યાં સ્વરૂપ શબ્દથી ધ્યેયનું સ્વરૂપ ગ્રહણ કરવાનું છે; અને આમ કહેવાથી ધ્યેયના સ્વરૂપથી અન્ય કોઈ વસ્તુનો નિસ નથી, એવો એકાગ્ર ઉપયોગ ગ્રહણ કરવાનો છે.
તેથી એ ફલિત થાય કે પરાદષ્ટિવાળા યોગીઓ ‘પરમાત્મા જ ધ્યેય છે' અને ‘ધ્યેય એવા પરમાત્માનું હું ધ્યાન કરું છું’ એવા ઉપયોગવાળા નથી, પરંતુ પરમાત્મભાવ પોતાના આત્મામાં વર્તી રહ્યો છે, ફક્ત કર્મથી એ પરમાત્મભાવ તિરોહિત છે અને સ્વઉપયોગના બળથી પોતાના આત્મામાં તિરોહિત રહેલા પરમાત્મભાવને આવિર્ભાવ ક૨વામાં તેઓ ઉપયોગવાળા હોય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે પ્રભાદૃષ્ટિમાં વર્તતા ધ્યાનમાં ધ્યેય એવા પરમાત્મા જુદા ભાસે છે, અને ‘તે પરમાત્માનું હું ધ્યાન કરું છું, તેથી હું ધ્યાતા છું અને મારો જ્ઞાનનો ઉપયોગ ધ્યાનરૂપ છે.' આવા નિર્વ્યાસવાળું ધ્યાન છે; અને પરાદૃષ્ટિમાં ધ્યેયના સ્વરૂપમાત્ર નિર્ભ્રાસવાળું ધ્યાન છે, પરંતુ પોતાનાથી પૃથગ્ ધ્યેય છે, તેવો નિર્માસ નથી. વળી પોતાનાથી પૃથક્ એવા ધ્યેયનો હું ધ્યાતા છું, તેવો નિર્વ્યાસ નથી, અને ધ્યેય એવા પરમાત્માનું હું ધ્યાન કરું છું, તેવો પણ નિર્વ્યાસ નથી; પરંતુ પોતાના આત્મામાં કર્મથી તિરોહિતરૂપે રહેલું પરમાત્મસ્વરૂપ ધ્યેય છે, અને તે ધ્યેયસ્વરૂપને સ્વઉપયોગના બળથી સ્ફુરાયમાન કરવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org