________________
૩૬
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૮ પણ કરતા નથી, તેઓને પણ અન્ય અનુષ્ઠાન પ્રત્યે અધિક પ્રીતિ હોય તો, જે અનુષ્ઠાન પોતે સેવે છે તે અનુષ્ઠાનમાં માનસઉપયોગ વર્તતો હોય તો પણ તેમાં પ્રીતિ ઉલ્લસિત થતી નથી, કેમ કે તેની પ્રીતિ અન્ય અનુષ્ઠાનમાં અધિક વર્તે છે; જેથી અપ્રીતિપૂર્વક આ અનુષ્ઠાનનું સેવન થાય છે, તે અન્યમુદ્ દોષ છે; અને કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ જે અનુષ્ઠાન જે વખતે સેવે છે, તેમાં ચિત્તનું અત્યંત સ્થાપન હોવાને કારણે સેવાતા અનુષ્ઠાનમાં જ અત્યંત પ્રીતિ વર્તે છે, પરંતુ અન્ય અનુષ્ઠાનમાં પ્રીતિ હોતી નથી. તેથી કાન્તાદૃષ્ટિમાં અન્યમુદ્દે નામનો દોષ નથી. વસ્તુતઃ વિવેકી એવા કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને યોગમાર્ગનાં સર્વ અનુષ્ઠાનો પ્રત્યે સમાન પ્રીતિ હોય છે, અને જે વખતે જે અનુષ્ઠાન બળવાન હિતનો હેતુ હોય તેમાં ત્યારે પ્રવૃત્તિ હોય છે. તેથી તેવા યોગી જે વખતે જે અનુષ્ઠાન સેવે, તેમાં જ અત્યંત પ્રીતિને ધારણ કરે છે, તેથી તેમને અન્યમુદ્દોષ હોતો નથી.
કાન્તાદૃષ્ટિમાં મીમાંસા ગુણ - કાન્તાદૃષ્ટિમાં સમ્યજ્ઞાનના ફળવાળી હિતોદયા સદ્દવિચારાત્મક મીમાંસા પ્રગટે છે.
આશય એ છે કે જીવમાં સમ્યજ્ઞાન પ્રગટ્યું અને તેના ફળરૂપે મીમાંસા ગુણ પ્રગટ્યો, આ મીમાંસા તત્ત્વાતત્ત્વના સૂક્ષ્મ ઊહ સ્વરૂપ છે, તેથી સદ્દવિચારાત્મીકા છે; અને આ મીમાંસા સમ્યજ્ઞાનના ફળરૂપ હોવાને કારણે હિતોદયવાળી છે=હિતની પરંપરાને કરનારી છે; કેમ કે સમ્યજ્ઞાન સૂક્ષ્મ પદાર્થોની મીમાંસા કરીને હિતની પરંપરા ઉત્પન્ન કરે છે.
યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૬૨માં કહેલ છે કે ‘કાન્તાદૃષ્ટિમાં પ્રગટ થયેલ નિત્યદર્શનાદિ અન્યની પ્રીતિ માટે હોય છે.” હવે આ શ્લોકનો એવો અર્થ કરીએ કે “કાન્તાદૃષ્ટિમાં નિત્યદર્શન છે, અને ધારણા અન્યની પ્રીતિ માટે છે” તો “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથના શ્લોક સાથે વિરોધ આવે. તેથી તેના પરિવાર માટે એ અર્થ કરેલ છે કે “કાન્તાદૃષ્ટિમાં નિત્યદર્શન અને ધારણા અન્યોની પ્રીતિ માટે થાય છે. તેથી “યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથના પાઠ સાથે વિરોધ ન આવે, અને એ અર્થ થાય કે કાન્તાદૃષ્ટિનાં નિત્યદર્શનાદિ અન્યની પ્રીતિ માટે છે, તેમ ધારણા પણ અન્યની પ્રીતિ માટે છે, અને તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. IIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org