________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૮
ટીકાર્ય :
જાન્તાયા .. મતિ ।। ઉક્ત રીતિથી=શ્લોક-૧માં બતાવ્યું તે રીતથી, કાન્તામાં=કાન્તાદૃષ્ટિમાં, નિત્યદર્શન, અને આગળમાં કહેવાશે એવા લક્ષણવાળી ધારણા, અન્યની પ્રીતિ માટે થાય છે; અને સ્થિરભાવને કારણે=ધારણાયોગાંગથી પ્રગટેલા સ્થિરભાવને કારણે, અન્યમુદ્ નથી= સેવાતા ધર્મઅનુષ્ઠાનથી અન્યત્ર હર્ષ નથી; કેમ કે ત્યારે=સેવાતા ધર્મઅનુષ્ઠાનકાળમાં, તેના પ્રતિભાસનો અભાવ છે–સેવાતા ધર્મઅનુષ્ઠાનથી અન્ય અનુષ્ઠાનના પ્રતિભાસનો અભાવ છે, અને સમ્યજ્ઞાનના ફળવાળી હિતોદયા સદ્વિચારાત્મિકા મીમાંસા હોય છે. III
ભાવાર્થ :
કાન્તાદષ્ટિનું દર્શન=બોધ :- પાંચમી સ્થિરાદષ્ટિમાં બતાવ્યું કે નિરતિચાર સ્થિરાદ્રષ્ટિમાં નિત્યદર્શન છે, તે જ રીતે કાન્તાદૃષ્ટિમાં પણ નિત્યદર્શન છે. કાન્તાદૃષ્ટિમાં પ્રગટ થતું ધારણાયોગાંગ :- કાન્તાદૃષ્ટિમાં ધારણા નામનું યોગાંગ પ્રગટ થાય છે.
૩૫
કાન્તાદૃષ્ટિમાં પ્રગટ થયેલ નિત્યદર્શન અને ધારણાયોગાંગ બીજાની પ્રીતિ માટે થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને જે તત્ત્વનું દર્શન છે, અને જે ધારણા નામનું યોગાંગ છે, તેનાથી તેઓની સર્વત્ર વર્તતી ચિત પ્રવૃત્તિ યોગ્ય જીવોને પ્રીતિ ઉત્પન્ન કરે છે.
કાન્તાદૃષ્ટિમાં અન્યમુદ્ દોષનો અભાવ :- કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ ધારણાયોગાંગને કારણે સદનુષ્ઠાનકાળમાં સ્થિરભાવવાળા હોય છે. તેથી જે અનુષ્ઠાન પોતે સેવે છે, તેનાથી અન્યત્ર પ્રીતિને ધારણ કરતા નથી અર્થાત્ ધારણાયોગાંગને કારણે સેવાતા અનુષ્ઠાનને અત્યંત પ્રીતિપૂર્વક સેવે છે; કેમ કે તે વખતે સેવાતા અનુષ્ઠાનથી અન્ય અનુષ્ઠાનનો પ્રતિભાસ થતો નથી.
આશય એ છે કે સેવાતા અનુષ્ઠાનથી અન્ય અનુષ્ઠાનમાં ચિત્ત જાય તો ક્ષેપદોષ પ્રાપ્ત થાય, તે અન્યમુદ્દોષ નથી. વસ્તુતઃ જે યોગીઓ સેવાતા અનુષ્ઠાનથી અન્ય અનુષ્ઠાનનો, સેવાતા અનુષ્ઠાનના કાળ દરમ્યાન વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org