________________
પ૮
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૭-૧૮ પ્રભાષ્ટિમાં રોગ દોષનો અભાવ:- ક્રિયાના આઠ દોષોમાંથી રોગ નામનો દોષ ગયેલો હોય છે, તેથી પ્રભાષ્ટિવાળા યોગીઓનું ધ્યાન રોગ દોષથી સર્વથા રહિત હોય છે. રોગ એટલે પીડા અથવા ભંગ; તેઓને ધ્યાનમાં ગ્લાનિ થાય, તેવી પીડા પણ નથી અને ભંગ પણ નથી, પરંતુ અમ્મલિત ધ્યાનની ધારા ચાલે છે.
વળી પ્રભાષ્ટિ અસંગઅનુષ્ઠાનરૂપ સપ્રવૃત્તિપદને ધારણ કરનારી છે. સ–વૃત્તિપદનું વિશેષ સ્વરૂપ સ્વયં ગ્રંથકારશ્રી આગળ શ્લોક-૨૧માં બતાવશે.
અહીં વિશેષ એ છે કે કાન્તાદૃષ્ટિવાળા જીવોને કોઈક નિમિત્તને પામીને ક્રિયામાં ઉપયોગની પ્લાનિ આવે એવો રોગ દોષ આવી શકે, પરંતુ નિયમો રોગ દોષ હોય તેવો નિયમ નથી; પણ પ્રભાષ્ટિમાં તો રોગ દોષ સર્વથા હોતો નથી. તેથી લક્ષ્યને અનુરૂપ સર્વ ઉચિત અનુષ્ઠાનો અલનાના સ્પર્શ વગર યથાર્થ કરી શકે છે. આત્મામાં અનાદિથી મોહજન્ય અનેક દોષો છે તે દોષો નિમિત્ત પામીને ઉદયને પ્રાપ્ત થાય છે અને જે ગુણસ્થાનક સુધી તેનો ઉદયનો સંભવ હોય તે ગુણસ્થાનક સુધી તે દોષનો ઉદય થઈ શકે છે ત્યારપછી તે દોષનો ઉદય થતો નથી અને જે ગુણસ્થાનક પછી તે દોષનો નાશ થાય છે તે ગુણસ્થાનકમાં તેનો ઉદય થાય તો અતિજઘન્ય પ્રમાણમાં હોય છે જેમ
સ્યાનદ્ધિત્રિકનો ઉદય છઠ્ઠા ગુણસ્થાનક સુધી છે અને છઠ્ઠા ગુણસ્થાનકવાળા મુનિને તેનો ઉદય અતિજઘન્ય હોય છે અને વેદનો ઉદય નવમા ગુણસ્થાનક સુધી છે તેથી તેની અસર કોઈ મહાત્માને થાય તોપણ નવમા ગુણસ્થાનકમાં તેની માત્રા નહિવતું હોય છે. તેમ કાન્તાદૃષ્ટિવાળા જીવો સુધી રોગ દોષની સંભાવના છે. તેથી કાન્તાદૃષ્ટિમાં રોગદોષની પ્રાપ્તિ થાય તો અતિ અલ્પમાત્રામાં હોય છે. આવા અવતરણિકા :
શ્લોક-૧૭માં પ્રભાષ્ટિનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે પ્રભાદષ્ટિ ધ્યાન નામના યોગાંગવાળી હોય છે. તેથી હવે પ્રભાષ્ટિમાં વર્તતા ધ્યાન યોગાંગનું સ્વરૂપ બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org