________________
૧૨
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦ તેથી સંસારી જીવોને ક્ષણભર સુખનો અનુભવ થાય છે; તોપણ સંસારનું ભોગજન્ય સુખ પરાધીન હોવાથી દુઃખ છે. તે રીતે કર્મને વશ જે કંઈ શાતા આદિનો અનુભવ છે, તે પણ સ્વાધીન નથી, માટે દુઃખ છે; કેમ કે દુઃખના લક્ષણનો યોગ છે; અને આત્માને વશ એવું સર્વ સુખ છે; કેમ કે તે સુખ કોઈ અન્ય પદાર્થને આધીન નથી, પરંતુ જીવના સ્વભાવભૂત છે. આ રીતે ધ્યાનથી જ સુખ થાય છે, પરંતુ પુણ્યના ઉદયથી સુખ થતું નથી.
આ કથનથી એ ફલિત થાય કે ધ્યાન એ જીવની સ્વાભાવિક પ્રકૃતિ છે; અને જીવની સ્વાભાવિક પ્રકૃતિ સુખરૂપ છે, માટે પ્રભાષ્ટિવાળા યોગીઓને તે સ્વાધીન સુખ વર્તે છે. એ પ્રકારનો પૂર્વશ્લોક સાથે સંબંધ છે.
આનાથી એ ફલિત થાય કે યોગીઓ ધ્યાનમાં વર્તતા હોય ત્યારે, ઘાણીમાં પીડાતા હોય કે ઉપસર્ગો થતા હોય, તોપણ ધ્યાનથી થનારું સુખ તેઓને હોય છે. ઉપસર્ગોને કારણે અશાતાની પ્રાપ્તિ હોવાથી તેઓને દુઃખ છે, તે તો સ્થૂલદૃષ્ટિથી વ્યવહાર પ્રવર્તે છે. પરમાર્થથી તો તેઓ ધ્યાનથી થનારા સુખનો અનુભવ કરે છે, અને તે સુખ જ પ્રકર્ષને પામીને સિદ્ધઅવસ્થામાં પૂર્ણભાવરૂપે સદા અવસ્થિત છે. II૧લા. અવતરણિકા :
શ્લોક-૧૭માં પ્રભાષ્ટિમાં ધ્યાન નામનું યોગાંગ પ્રગટે છે તેમ કહ્યું, ત્યારપછી તે ધ્યાનનું સ્વરૂપ શ્લોક-૧૮માં બતાવ્યું, અને તે ધ્યાનથી ઉત્કૃષ્ટ સુખ થાય છે, તેથી પારમાર્થિક સુખ અને દુઃખ શું છે? તેનું લક્ષણ શ્લોક૧૯માં કહ્યું. હવે પ્રભાષ્ટિમાં વર્તતા બોધમાં ધ્યાન સદા હોય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે – શ્લોક :
ध्यानं च विमले बोधे सदैव हि महात्मनाम् ।
सदा प्रसृमरोऽनभ्रे प्रकाशो गगने विधोः ।।२०।। અન્વયાર્થ :
વ અને વિમને વો વિમલબોધ હોતે છતે નિર્મળ બોધ હોતે છતે મદત્મિના મહાત્માઓને=પ્રભાષ્ટિવાળા યોગીઓને, સદૈવ દિ=સદા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org