________________
૮૯
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ છેઃસ્થિર છે. તેમાં આસંગથી સમાધિમાં આસંગદોષથી, રહિત છે, અને સાત્મીકૃત પ્રવૃત્તિવાળી છેઃચંદનગંધવ્યાયથી સર્વાંગિણ એકત્વપરિણત પ્રવૃત્તિવાળી છે જે સમાધિમાં યત્ન થઈ રહ્યો છે, તે સમાધિમાં સંપૂર્ણ રીતે એકત્વપરિણત પ્રવૃત્તિવાળી છે, અને તદુતીર્ણ આશયવાળી છે તેનાથી ઉત્તીર્ણ આશયવાળી છે જે સમાધિમાં પ્રવૃત્તિ કરે છે, તેનાથી ઉત્તીર્ણ આશયવાળી છે; કેમ કે સર્વથા વિશુદ્ધિને કારણે=યોગમાર્ગની પ્રવૃત્તિની સર્વ પ્રકારે વિશુદ્ધિ થવાને કારણે, પ્રવૃત્તિવાસક ચિત્તનો અભાવ છે. ૨૬ ભાવાર્થ :પરાદષ્ટિમાં પ્રગટ થતું સમાધિ યોગાંગ :
પરાષ્ટિ આઠમી દૃષ્ટિ છે. તેમાં સમાધિ નામનું આઠમું યોગાંગ પ્રગટે છે, જેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી આગળ શ્લોક-ર૭માં બતાવવાના છે. સમાધિનિષ્ઠ –
આ પરાષ્ટિ સમાધિમાં આસક્ત હોય છે. અહીં આસક્ત એટલે રાગભાવથી આસક્ત નહીં, પરંતુ સહજભાવે શક્તિના પ્રકર્ષથી સમાધિમાં નિષ્ઠાવાળી પરાષ્ટિ હોય છે, તે બતાવવા માટે પરાષ્ટિને સમાધિમાં આસક્ત કહેલ છે. આસંગદોષથી વિવર્જિત -
યોગમાર્ગની પ્રવૃત્તિના બાધક આઠ દોષો છે, જે ક્રમસર પ્રત્યેક દૃષ્ટિમાં જાય છે. તેમાંનો અંતિમ આસંગ નામનો દોષ=આત્મભાવોથી અન્યત્ર સંગનો ભાવ તે આસંગ નામનો દોષ, આ પરાષ્ટિમાં જાય છે. તેથી પરાષ્ટિવાળા યોગી ધ્યેયની સાથે તન્મયભાવને પામીને ઉપર ઉપરની ભૂમિકામાં જવામાં વ્યાઘાતક એવા આસંગદોષ વિના વીતરાગતા તરફ જતા હોય છે. પરાષ્ટિમાં સાત્મીકૃત પ્રવૃત્તિ ગુણ:
ધ્યેય એવા પરમાત્મા સાથે તન્મયભાવરૂપ સમાધિમાં પરાષ્ટિવાળા યોગીઓ રહેલા છે, તે સમાધિની પ્રવૃત્તિ ચંદનગંધન્યાયથી પોતાના આત્મા સાથે એકત્વરૂપે પરિણામ પામેલી છે અર્થાત્ જેમ ચંદનમાં ગંધ સહજભાવે રહે છે, પરંતુ તે ગંધને ઉત્પન્ન કરવા માટે અન્ય કોઈ પ્રવૃત્તિની આવશ્યકતા નથી, તેમ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org