________________
૪૬
સદ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૧૧-૧૨ પ્રત્યે જવા માટેનો યત્ન સ્કૂલના પામતો નથી અર્થાત્ ભોગો પ્રત્યેનો અભિન્કંગ નહીં હોવાને કારણે ભોગને વશ થઈને લક્ષ્ય તરફના યત્નમાં સ્કૂલના થતી નથી.
અહીં વિશેષ એ છે કે પાણીના ભ્રમને ઉત્પન્ન કરાવે તેવી સ્ફટિકની ભૂમિ જોઈને, પાણીના ભ્રમવાળો મુસાફર ત્યાંથી જવા માટે પ્રયત્ન કરી શકતો નથી, પણ જે મુસાફરને જ્ઞાન છે કે પાણી જેવું દેખાતું આ સ્થળ પાણીવાળું નથી, તેથી જવામાં કોઈ વાંધો નથી, તે મુસાફર કોઈ જાતના વ્યાઘાત વિના ગમનક્રિયા કરે છે; તેમ છઠ્ઠી દૃષ્ટિવાળા યોગીઓ જાણે છે કે દેખાતા પુદ્ગલાત્મક પદાર્થોમાંથી કોઈ ભાવ નીકળીને પોતાના આત્મામાં પ્રવેશ પામતો નથી કે જેથી તે પુગલના બળથી પોતાને સુખ પ્રાપ્ત થાય; પરંતુ અસંગભાવવાળું ચિત્ત સુખનું બીજ છે. આ પ્રકારની શ્રતની પરિણતિને કારણે ભોગોને તે રીતે જુએ છે કે ભોગોમાં સુખના ઉપાયની બુદ્ધિ થતી નથી; આમ છતાં ભોગએકનાશ્ય એવા કર્મથી આક્ષિપ્ત ભોગો પ્રાપ્ત થયા હોય, અને અવિરતિપાદક કર્મ ઉદયમાં વિદ્યમાન હોય, અને તેના વિપાકથી અવિરતિની પ્રવૃત્તિરૂપ ભોગની પ્રવૃત્તિ કરતા હોય, તોપણ ભોગના પારમાર્થિક સ્વરૂપનો બોધ હોવાને કારણે, ભોગકાળમાં ચિત્ત સંશ્લેષ પામે તેવો રાગનો પરિણામ તેમને હોતો નથી, પરંતુ ભોગકાળમાં પણ ભોગ પ્રત્યે સંગ વગરનું ચિત્ત હોય છે. માટે ભોગક્રિયા દ્વારા ભોગકર્મનો નાશ કરીને આ મહાત્માઓ પરમપદ તરફ ગમન કરતા હોય છે.
સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને ભોગની અસારતાનો બોધ હોય છે, અને અવિરતિઆપાદક કર્મ ન હોય તો તેઓની ભોગમાં પ્રવૃત્તિ હોતી નથી, પરંતુ કેટલાક યોગીઓને અવિરતિઆપાદક કર્મ હોય છે, તેથી ભોગમાં પ્રવૃત્તિ પણ હોય છે, છતાં ભોગનો ચિત્તમાં સંશ્લેષ નથી, પરંતુ ભોગકાળમાં કંઈક પ્રમાદ પણ થાય છે; અને કાન્તાદૃષ્ટિવાળા યોગીઓ અવિરતિના ઉદયવાળા હોય અને ભોગની પ્રવૃત્તિ કરતા હોય તોપણ ભોગકાળમાં પ્રમાદ થતો નથી. તેથી સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને અવિરતિકૃત અને પ્રમાદકૃત કર્મબંધ થાય છે અને છઠ્ઠી કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને માત્ર અવિરતિકૃત કર્મબંધ થાય છે, પરંતુ પ્રમાદકૃત કર્મબંધ થતો નથી. II૧૧-૧દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org