________________
પર્શન સમુથ મા - ૨ 27
(દરેક સ્થળે ભાવાર્થ આપીશું નહિ, સ્વયં વિચારી લેવો.) (૨) કેટલીકવાર ઉત્તરપક્ષકાર=ટીકાકાર સ્વ-તત્ત્વના નિરુપણ અવસરે અન્ય તરફથી પોતાના પક્ષમાં કોઈ અનુપપત્તિ (અસંગતિ) બતાવવાની શક્યતા રહેતી હોય ત્યારે “પપ' કહી, તે પક્ષની વાતને મૂકતા હોય છે અને તથ' કહીને ઉત્તરપક્ષકાર અન્ય તરફથી અપાયેલી અનુપપત્તિ (અસંગતિ)નો પરિહાર કરે છે.
यद्यपि च प्रत्यक्षस्य क्षणो ग्राह्यः, स च निवृत्तत्वान्न प्राप्यते, तथापि तत्संतानोऽध्यवसेयः, प्रवृत्तौ प्राप्यत રૂતિ . (શ્લો.૮, ટીકા,)
(3) तर्हि श्वेताम्बरदिगम्बराणां कथं मिथो मतभेद इति चेत्, उच्यते । मूलतोऽमीषां मिथो न भेदः किंतु पाश्चात्य एवेति ।
(અહીં તર્દિ થી ૨ વચ્ચે પૂર્વપક્ષગ્રંથ શંકાગ્રંથ અને ‘વ્યતે' થી ઉત્તરપક્ષગ્રંથસમાધાન ગ્રંથ છે.)
ભાવાર્થ :પૂર્વપક્ષ :- (તમે પૂર્વે કહ્યું કે ચોવીસે જિનેશ્વરોને પરસ્પર કોઈ મતભેદ નથી) તો પછી શ્વેતાંબર અને દિગંબરો વચ્ચે પરસ્પર મતભેદ કેવી રીતે થયો ?
ઉત્તરપક્ષ :- મૂળથી આ બધાઓને પરસ્પર મતભેદ નહોતો, પરંતુ પાછળથી મતભેદ પડ્યા છે.
(૪) કેટલીકવાર પૂર્વપક્ષકારકશંકાકાર પોતાની શંકા ન કરીને મૂકી દે છે, ત્યારે ઉત્તરપક્ષકાર=સમાધાનકાર ન= તમારી વાત યોગ્ય નથી. આવું જણાવી તેનું કારણ આપતા હોય છે અને કારણસૂચક વાક્યના અંતે પંચમી વિભક્તિ હોય છે. તે વેળાએ નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે.
ननु यस्य दिवः समागत्य देवाः पूजादिकं कृतवन्तः, स एव वर्धमान सर्वज्ञो, न शेषाः सुगतादय इति चेत्र, वर्धमानस्य चिरातीतत्वेनेदानीं तद्भावग्राहकप्रमाणाभावात् ।
ભાવાર્થ:પૂર્વપક્ષ:- જેની દેવલોકમાંથી આવીને દેવો પૂજાદિ કરે છે, તે વર્ધમાન સ્વામિ જ સર્વજ્ઞ છે. શેષ બૌદ્ધાદિ નહિ. ઉત્તરપક્ષ :- આવું ન કહેવું. કારણ કે વર્ધમાનસ્વામી ચિરકાળથી અતીત હોવાના કારણે (લાંબાકાળ પૂર્વે થયા હોવાના કારણે) તેમના સદ્ભાવના ગ્રાહક પ્રમાણનો અભાવ છે.