________________
षड्दर्शन समुचय भाग -
ટીકાની શૈલીનો પરિચય
તત્ત્વના ઊંડાણ સુધી પહોંચવા માટે..... અન્ય અસત્ય મતોના ખંડન માટે..... વિષયગત શંકાઓના પરિહાર માટે....
* 26
શિષ્યની બુદ્ધિને વિશદ બનાવવા માટે.....
તત્ત્વ નિરૂપણ વેળાએ ટીકાકારો પૂર્વોત્તર પક્ષ (પૂર્વપક્ષ-ઉત્ત૨પક્ષ)ની સ્થાપના કરતા હોય છે. ઉત્તરપક્ષ તરીકે ટીકાકાર પોતે હોય છે.
કેટલીકવાર જગતમાં તેવા પ્રકારનો કોઈ પ્રતિવાદિ ન હોવા છતાં પણ શિષ્યની બુદ્ધિ વિશદ બનાવવા માટે ટીકાકારો સ્વયં પૂર્વપક્ષને ઉઠાવી, તેને પૂર્વપક્ષગ્રંથ-શંકાગ્રંથ તરીકે મૂકીને, તેનું ઉત્તરપક્ષ તરીકે સ્વયં પોતે ખંડન કરતા હોય છે.
હવે ટીકાકારો પૂર્વોત્તરપક્ષની સ્થાપના કેવી શૈલીથી કરતા હોય છે, તે એક-એક ઉદાહ૨ણ લઈને વિચારીએ. (તેમાં આ જ ગ્રંથના ઉદાહરણોના અર્થ તે તે પૃ. નં. ઉપરથી જોઈ લેવા. અન્ય ઉદાહરણોના અર્થ આપીશું.)
(१) ननु कथं सर्वदर्शनानां परस्परविरुद्धभाषिणामभीष्टा वस्त्वंशाः के सद्भूताः भवेयुः येषां मिथः सापेक्षतया स्याद्वादः सत्प्रवादः स्यादिति चेत्, उच्यते । यद्यपि दर्शनानि निजनिजमतेन परस्परं विरोधं મનો તથાપિ તૈરુથ્થમાના સન્તિ તેવિ વસ્ત્યશા યે મિથઃ સાપેક્ષાઃ સન્તઃ સમીવીનતામશૃતિ । (શ્લો. ૧ ટીકા,)
(અહીં ‘નનુ થી ચેત્’ સુધીમાં પૂર્વપક્ષ છે. તેની વચ્ચેના વચનોને શંકાગ્રંથ તરીકે ઓળખાય છે. ‘ઉચ્યતે’ થી ઉત્તરપક્ષનો પ્રારંભ થાય છે. તેના પછીના વચનોને સમાધાન ગ્રંથ કહેવાય છે.)
ભાવાર્થ :
પૂર્વપક્ષ :- સર્વ દર્શનો પરસ્પર વિરુદ્ધ બોલે છે. પરસ્પર વિરુદ્ધ બોલતા તે દર્શનોના ઈચ્છિત પદાર્થોના કયા અંશો સદ્ભૂત હોય ! કે જેથી જેઓનો સાપેક્ષપણે સ્યાદ્વાદ થાય - સત્પ્રવાદ થાય - સુંદર રીતે કથન થાય ?
ઉત્તરપક્ષ :- જો કે સર્વ દર્શનો પોતપોતાના મતથી વિરોધને ધારણ કરે છે. તો પણ તે દર્શનો દ્વારા કહેવાતી વસ્તુના જે અંશો છે, તે પરસ્પર સાપેક્ષ હોતે છતે યથાર્થતાને પામે છે. (અન્યથા નહિ.)