________________
षड्दर्शन समुच्चय भाग - * 24
સર્વજ્ઞદેવના અભાવમાં અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય નિત્ય વેદવાક્યોથી ક૨વાની પ્રરૂપણા શ્લોક-૬૯માં કરી છે.
શ્લોક-૭૦માં વેદવાક્યનું દઢીકરણ કર્યું છે. શ્લોક-૭૧માં ધર્મનું લક્ષણ બતાવ્યું છે. ટીકામાં પ્રમાણનું સામાન્યલક્ષણ બતાવ્યું છે.
શ્લોક-૭૨માં પ્રત્યક્ષાદિ છ પ્રમાણોનાં નામ આપ્યાં છે. શ્લોક-૭૩માં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણનું લક્ષણ બતાવ્યું છે.
શ્લોક-૭૪માં શાબ્દ અને ઉપમાન પ્રમાણનું સ્વરૂપ વર્ણવ્યું છે.
શ્લોક-૭૫માં અર્થાપત્તિપ્રમાણને વર્ણવ્યું છે. તેની સ્વતંત્ર પ્રમાણ તરીકે ટીકામાં સિદ્ધિ કરી છે.
શ્લોક-૭૭માં અભાવપ્રમાણને વર્ણવ્યું છે. અભાવપ્રમાણની સ્વતંત્રપ્રમાણ તરીકે સિદ્ધિ કરી છે અને અભાવના પ્રાગભાવ આદિ ચાર ભેદોને જણાવ્યા છે.
શ્લોક-૭૬ની ટીકામાં મૂલ ગ્રંથકારશ્રીએ નહિ કહેલ મીમાંસક દર્શનની કેટલીક માન્યતાને બતાવી છે.
શ્લોક-૭૭માં જૈમિનીય મતનો ઉપસંહાર કરી, આસ્તિકદર્શનના નિરુપણનો પણ ઉપસંહાર કર્યો છે.
શ્લોક-૭૮માં વિશેષ ખુલાસો કર્યો છે કે કેટલાક આચાર્યો નૈયાયિક અને વૈશેષિક દર્શનને ભિન્ન-ભિન્ન માનતા નથી, તેઓના મતે આસ્તિક દર્શનોની સંખ્યા પાંચ છે.
જગત્પ્રસિદ્ધ છ દર્શનોની સંખ્યાને પૂર્ણ કરવા માટે શ્લોક-૭૯માં લોકાયતમતનો સમાવેશ કર્યો છે.
પ્રારંભમાં નાસ્તિકનું સ્વરૂપ વર્ણવ્યું છે. શ્લોક-૮૦માં નાસ્તિક મતે જીવ, મોક્ષ, પુણ્ય, પાપ, ધર્મ, અધર્મ આદિનો નિષેધ કર્યો છે. શ્લોક-૮૧માં ઈન્દ્રિયગોચર પ્રત્યક્ષવસ્તુનો જ સ્વીકાર કર્યો છે. પરોક્ષવિષયનો વરુના પગલા સાથે સરખાવીને નિષેધ કર્યો છે. શ્લોક-૮૨માં પરોક્ષ વિષયનો નિષેધ કરીને પતિ પોતાની સ્ત્રીને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં યથેચ્છ પ્રવૃત્તિ કરવા ઉપદેશ આપે છે.
શ્લોક-૮૩માં પ્રત્યક્ષ પ્રમાણ અને વિષય=પ્રમેય તરીકે પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ - આચાર ભૂતોનું વર્ણન છે.
શ્લોક-૮૪માં ચારભૂતમાંથી ઉત્પન્ન થયેલા શરીરમાં કેવી રીતે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે તે બતાવી છે.