________________
શંકરાચાર્યના વખતમાં ન તે ભારતમાંથી બૌદ્ધો ચાલ્યા ગયા અને ન જેને એ પણ પૂર્વ ભારતને છોડીને ભારતમાં પ્રયાણ કર્યું. કારણ કે તે વખતે તે બૌદ્ધોની ભારતમાં પ્રબલતા હતી. તેનું એક પ્રબલ પ્રમાણ એ પણ છે કે કેટલાક વૈદિક દાર્શનિકેએ રવયં શંકરાચાર્યને “પ્રચછન બદ્ધ'ની ઉપાધિથી વિભૂષિત કર્યા છે. શંકરાચાર્યની પછી પણ દસમી શતાબ્દિમાં બખ્તિયાર ખીલજીના સમયમાં નાલન્દામાં બૌદ્ધોની વિશ્વ વિદ્યાલય ચાલતી હતી. અને સન ૧૦૨૬માં બૌદ્ધ રાજા મહિપાલેનાલંદા વિશ્વવિદ્યાલયને સહાયતા કરી હતી. આઠમીથી બારમી શતાબ્દિ સુધી પાલ વશી રાજાઓનું જ રાજય હતું. તેઓ મોટા ભાગે બૌદ્ધધર્મના જ અનુયાયી હતા. એથી એ . ન કહી શકાય કે બૌદ્ધો ભારતવર્ષને છેડીને બહાર ચાલ્યા ગયા હોય. અને એ તે બીલકુલ અસંભવ છે કે તેઓ શંકરાચાર્યને કારણે ભારત છોડીને ક્યારેય હિજરત કરી ગયા હેય. આવી બ્રાન્ત ધારણાઓને ઉત્પન્ન કરવાના કારણે જ “શંકર-દિગ્વિજય એક અપ્રામાણિક ગ્રંથની કેટીમાં આવી ગયે છે, તેથી તેની કઈ પણ વાત એતિહાસિક દષ્ટિએ સત્યના પુરાવા તરીકે સાબીત નથી થઈ શકતી. જેમ
आसेतोरातुषाराद्धिानावृद्धवालकम् । न हन्ति यः स हन्तव्यो भृत्यानित्यन्वशानृपः ।।
-माधवीय शंकरदिग्विजय, १: ९३
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com