________________
વૈશાલી અને વાણિજ્ય ગામની વચ્ચે માત્ર જળમાર્ગ જ હતા રથળ માર્ગ કે પુલ ન હતે.”
--ક્ષત્રિયકુંડ પદ્ધ ૨. આ લખવું યુક્તિ સંગત નથી, કારણ કે વાણિજય ગ્રામ જવાને જેમ જળ માર્ગ હતું, તેમ ક્ષત્રિયકુંડથી કર્મારગામ, કાલાગ સન્નિવેશ થઈને વાણિજય ગામ જવાને સ્થલમાર્ગ પણ હતું. કારણ કે ભગવાન જયારે વાણિજ્યગ્રામ પધાર્યા અને બહાર ક્રિપલાશ ચિત્યમાં ઊતર્યા ત્યારે શ્રી ગૌતમસ્વામી ભગવાનની આજ્ઞા લઈ વાણિજ્ય ગામમાં ગોચરી ગયા અને પાછા વળતા પાસેના કોલ્લાગ–સન્નિવેશમાં જ્યાં આનંદ શ્રાવકે સંથારો કર્યો હતો, ત્યાં ગયા અને ત્યાંથી પાછા આવ્યા એટલે વાણિજ્ય ગ્રામ આવવાના જલ માર્ગ અને સ્થલમાર્ગ (પુલમાર્ગ) એમ બને માર્ગો હતા. ક્ષત્રિયકુંડ વૈશાલીની સમીપમાં હતું એ વાત તે હવે નિર્વિવાદ સિદ્ધ થઈ ચૂકી છે.
મહાપરિનિવાણસત્ત' એ દીઘનિકાયને જ એક ભાગ છે, એ વાત લેખકના ધ્યાનમાં નથી લાગતી. તેથી “ક્ષત્રિય-કુંડ' પૃષ્ઠ ૩ર ઉપર બન્નેને જુદા જુદા લખ્યા છે.
શ્રી આચારાંગ સૂત્ર” તથા “કલપસત્રમાં ઉલ્લેખ છે કે, ભ૦ મહાવીરે વૈશાલી નગરી અને વાણિજ્ય ગામની નિશ્રાએ બાર ચોમાસાં ક્ય.”
–ક્ષત્રિયકુંડ પૃષ્ઠ 3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com