________________
પર
પરન્તુ ડો. હારનલ અને ડો. જેકેબી બન્નેની માન્યતાઓ જૈન–શાસ્ત્રો સાથે બંધ બેસતી નથી. અમે અહીં શાસ્ત્રોના પ્રમાણે આપીને ટિણિઓને બારીકાઈથી તપાસીશું.
(૧) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં ભગવાન્ વૈશાલીથી વાણિજયગામ તરફ ગયા, એ ઉલ્લેખ છે. આથી આ બંને જુદા જુદા નગર હવાનું નક્કી થાય છે
नाथोऽपि सिद्धार्थपुराद् वैशाली नगरों ययौ । शंखः पितृमुहृत्तत्राभ्यानर्च गणराट् प्रभुम् ॥१३८॥ ततः प्रतम्थे भगवान् ग्राम वाणिजकं प्रति । मार्गे गडकिका नाम नदी नावोत्ततार च ॥१३९॥
ત્રિ. - પુ. ૨. પર્વ ૧૦, સ , પત્ર ૪૧ અર્થાત્ ભગવાન્ વૈશાલીથી વાણિયાગામ તરફ ગયા અને વચમાં તેમને ગંડકી નદી ઉતરવી પડી. આથી એ પણ પષ્ટ થાય છે કે બન્ને ગામ જુદા જુદા હતા, એટલું જ નહિ પરન્તુ વચમાં ગંડકી નદી પણ પડતી હતી.
(૨) ઉપર અમે પ્રમાણ પૂર્વક એ સાબિત કર્યું છે કે વૈશાલી, બ્રાહ્મણકુંડ, ક્ષત્રિયકુંડ એ ગંડકી નદીના પૂર્વ કિનારા ઉપર હતા, અને કર્મારગામ, કેલ્લાસન્નિવેશ, વાણિજ્યગામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com