________________
સ્મારકગ્રન્થ સંવત ૨૦૦૧ પૃષ્ઠ ૫૦ થી પણ પ્રાપ્ત થાય છે, ત્યાં લખ્યું છે “લકખીસરાય જંકશન ઉતરીને ૧૮ માઈલ દર રહેલા લિચ્છવાડ અને ક્ષત્રિયકુંડ ગામમાં બળદ ગાડી અથવા મોટરબસથી અવાય છે. મોટી ધર્મશાળાની વચમાં શ્રી મહાવીર પ્રભુનું મનોહર મંદિર છે. ધર્મશાળાથી દક્ષિણ તરફ ક્ષત્રિયકુંડ પર્વત તરફ જવાનો રસ્તો છે. તળેટી બે માઈલ છે. ત્યાં સામે સામે બે ન્હાના મંદિર છે. અહીંથી પર્વતનો ચઢાવ શરુ થાય છે. અડધો કઠણ રસ્તો ચઢયા પછી આગળ વધારે કઠણ અને કાંકરાવાળો માર્ગ શર થાય છે. અહીં સિંહ અને વાઘને ભય હોવાથી પ્રકાશ થયા પછી જ ચઢવું વધારે શ્રેયસકર છે. સપાટ મેદાનની વચમાં કિલ્લાવાળું શ્રીમહાવીર પ્રભુનું મંદિર છે. અહીંઆ જ છેલ્લા તીર્થકર (શ્રીમહાવીર સ્વામી)નું સ્વવન, જન્મ અને દીક્ષા રૂપ ત્રણ કલ્યાણક થયા
હતાં.”
દિગમ્બરની માન્યતા આ વિષયમાં આ પ્રમાણે છે – નાલન્દાની થડોથડ લગભગ બે માઈલ દૂર એક કુંડલપુર નામનું ગામ છે, જે ભગવાન મહાવીરની જન્મભૂમિ છે.”
–જૂએ જનસિદ્ધાન્તભાકર, ભાગ ૧૦,કિરણ ૨, પૃષ્ઠ 2
આ માન્યતાઓને કઈ ખાસ આધાર નથી. અમે પાછળ બતાવી ગયા છીએ કે ભગવાનના વિશેષણે વિદેહ, વૈદેહદત્ત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com