________________
૭૩
પ્રસ્તુત પુસ્તક વાંચવાથી એ જણાય છે કે વૈશાલીની પાસે કેટલાક એવા સ્થાન છે, જેને મહાવીર સ્વામીની સાથે ધનિષ્ઠ સંબંધ છે. આ સ્થાને વાણિજ્યગ્રામ, કલ્યાગ-સન્નિવેશ, કમરગ્રામ, અને ક્ષત્રિયકુડપુર છે. લેખકે આની ઓળખાણ આધુનિક વાણિયાગામ, કહુઆ, ફૂમનછાપરાગાછી અને વાસુકડથી કરી છે.
જો કે જેની આધુનિક માન્યતાનુસાર મહાવીરસ્વામીનું જન્મસ્થાન લિથુઆની પાસે અથવા નાલન્દાની પાસે છે. પરંતુ લેખકે પ્રાચીન ગ્રન્થાના આધારે એ સિદ્ધ કર્યું છે કે આ બન્ને માન્યતાઓ ઠીક નથી. પરંતુ જે સ્થાનની ઓળખાણ લેખકે કરી છે, તે જ સ્થાને મહાવીર સ્વામીથી સંબંધ રાખે છે.
આવી જ રીતે જૈન શાસ્ત્રો ઉપર વિવેચન કરતા ડો. હારનલ અને ડો. જેકોબીએ કંઈક વિભિન્ન સ્થાપના કરી છે. સંભવતઃ તે ભૂલે ભારતીય પરંપરાને નહીં સમજવાને કારણે થઈ છે. આ બન્ને વિદ્વાનોના પક્ષનું નિરાકરણ પણ લેખકે અત્યન્ત વિદ્વતાપૂર્ણ રીતે
એકંદર પુસ્તક અત્યંત ઉપયોગી તથા મનનીય છે. કેવલ સામાન્ય વાચકને જ નહિ, પરંતુ ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે પણ કંઇક નવી સામગ્રી પ્રસ્તુત કરે છે.
સાપ્તાહિક “વીર અર્જુન” તા. ૨૮
સંવત. ૨૦૦૩ શ્રાવણ
ભગવાન મહાવીરનું મોસાળ વૈશાલીમાં હતું. જે લિચ્છિવી ક્ષત્રિઓની રાજધાની હતી. આધુનિક મુજફફરપુર જિલ્લાનું બસાઢ ગામ પ્રાચીન વૈશાલીનું જ પ્રતિરૂપ છે. ત્યાં જ વૈશાલી વસેલું હતું. તેની પાસે જ જ્ઞાતક્ષત્રિયાનું પ્રમુખ શહેર કુંડગ્રામ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com