________________
૬૪
કાલ્લાક-સન્નિવેશ, મેરાસન્નિવેશ વગેરેમાં વિદ્વાર કરીને અસ્થિકગામમાં ચાતુર્માસ રહ્યા. અને ચામાસા પછી પણ મેારાક, વાચાલા, કનકપ્પલ આશ્રમપદ અને શ્વેતવિકા વગેરે સ્થાનામાં વિચર્યા પછી રાજગૃહ તરફ પ્રયાણ કર્યું. અને બીજી' ચતુર્માસ રાજગૃતુમાં કર્યું.
ઉપરના વિહાર-વર્ણનમાં બે મુદ્દાઓ એવા છે જે ‘આધુ નિક ક્ષત્રિયકુંડ અસલીય ક્ષત્રિયકુંડ નથી' એવું સાબિત કરે છે. પ્રથમ મુદ્દો એ છે કે ભગવાન્ પહેલું ચાતુર્માસ પુરૂ કરીને શ્વેતવિકા નગરી તરફ જાય છે અને બોજો મુદ્દો એ કે ત્યાંથી વિહાર કરીને ગંગા નદી ઉતરીને તેએ રાજગૃહુ તરફ જાય છે.
ચૈતવિકા શ્રાવસ્તીથી કપિલવસ્તુની તરફ વિહાર કરતાં રસ્તામાં આવતી હતી. આ ભૂમિપ્રદેશ કેશલના પૂર્વોત્તરમાં અને વિદેહના પશ્ચિમમાં પડતા હતા, અને એ પણ નિશ્ચિત છે કે ત્યાંથી રાજગૃહની તરફ જતાં વચમાં ગંગા નદી ઉતરવી પડતી હતી, આધુનિક ક્ષત્રિયકુંડની આસપાસ નતા ધૃતવિકા નગરી હતી. અને ન તા તે તરફથી રજગૃહ તરફ જતાં ગંગા જ આળંગવી પડતી હતી. એથી એ નિશ્ચિત થાય છે કે ભગવાનની જન્મભૂમિ આધુનિક ક્ષત્રિયકુંડ જે આજકાલ દક્ષિણ વિસ્તારમાં ગિડ્ડોર સ્ટેટમાં અને પૂર્વકાલીન પ્રાદેશિક સીમાનુસાર અંગદેશમાં પડે છે, એ નથી. પરંતુ ગંગાથી ઉત્તરની તરફ ઉત્તર વિહારમાં કયાંય હતી. અને તે સ્થાન પૂકિત પ્રમાણેા અનુસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com