________________
વિદેહત્ય અને વિદેહ સુકમાલ તથા વૈશાલિક-થી એજ પ્રતીત થાય છે કે ભગવાનને વિદેહાન્તર્ગત વિશાલીની સાથે ધનિક સિંબંધ હતા. અને તેના બીલકૂલ પાસેના સ્થાનમાં તેમની જન્મભૂમિ હોવી જોઈએ. એ સિવાય તેમની બહુશાલચૈત્યમાં કરેલી સ્થિતિથી પણ તેમને આ સ્થાન સાથે સંબંધ જણાય છે. અને વૈશાલીમાં કરેલા બાર ચોમાસા પણ આજ વાતનું સમર્થન કરે છે. સાક્ષર મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ શ્રમણ ભગવાન મહાવીરમાં આજ વાતની પુષ્ટિ કરી છે. તેઓ એ જ પુસ્તકની પ્રસ્તાવનાના પૃષ્ઠ ૨૭ માં લખે છે કે –
(૧) ભગવાનની દીક્ષાના બીજા દિવસે કેલ્લકસન્નિવેશમાં પારણા કરવાનો ઉલ્લેખ છે. જૈનસત્રો પ્રમાણે કલ્લાક-સન્નિવેશ બે હતા, એક વાણિજય ગામની પાસે અને બીજુ રાજગૃહની પાસે. જે ભગવાનની જન્મભૂમિ આધુનિક ક્ષત્રિયકુંડ માનવામાં આવે તે બીજે દિવસે કોલ્લામાં પારણું કરવાનું અશક્ય હતું. કારણકે રાજગૃહવાળું કલાક-સન્નિવેશ ત્યાંથી લગભગ ચાલીસ માઈલ દૂર પશ્ચિમમાં આવે છે. અને વાણિજ્ય ગામવાળું કલ્લાક એનાથી પણ ઘણું દૂર. તેથી એજ માનવું યુક્તિ યુક્ત થશે કે ભગવાને વિશાલીની પાસે રહેલા ક્ષત્રિયકંડના જ્ઞાતખંડવનમાં દીક્ષા લીધી અને બીજે દિવસે વાણિજ્ય ગામની પાસે “કલ્લામાં પારણું કર્યું. (૨) ક્ષત્રિયકુંડમાં દીક્ષા લઈને ભગવાને કર્મારગામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com