________________
૫–ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ ડો. હારનલની માન્યતા પ્રમાણે કલાગ સન્નિવેશ છે. કારણકે કિલ્લાગ એ વૈશાલીનું એક પરું હતું, એમ ડો. સાહેબનું માનવું છે. અને તેથી વૈશાલીને પણ જન્મભૂમિ માને છે. પરન્તુ અમે ઉપર એ સ્પષ્ટ કરી દીધું છે કે કાલાગ અને વૈશાલી બને ભિન્ન ભિન્ન નગર હતાં, એક બીજા પાસે જરૂર હતાં. ભગવાનની જન્મભૂમિ વાસ્તવમાં કુડપુર (ક્ષત્રિયકુંડ) હતી. અહીં ભગવાને ૩૦ વર્ષની ઉમર સુધી પિતાનું જીવન ગાળ્યું હતું. આ શહેરની બહાર રહેલા નાયસંડવણમાં ભગવાને દીક્ષા લીધી હતી. અને અહીંથી પુલમાર્ગે કર્મીગ્રામ પહોંચ્યા અને રાત્રિ વિતાવી. બીજે દિવસે સવારે કર્મારગામથી વિહાર કરીને કેલ્લાગ સન્નિવેશમાં ગયા.
ઘણું કરીને ડો. સાહેબને બ્રાતિ એટલા માટે થઈ કે કુડપુરમાં જ્ઞાતકુલના ક્ષત્રિયો રહેતા હતા અને કલ્યાગમાં પણ શાકુલના ક્ષત્રિયે. તેથી તેઓએ બનેને એક સમજીને વર્ણન કર્યું છે.
(૬) ડો. જેકેબીનું માનવું છે કે જન ગ્રન્થમાં ત્રિશલા માતાને બધે ઠેકાણે ક્ષત્રિયાણી રૂપેજ લખ્યા છે, દેવી તરીકે નહિ. અમે એ ઉપર બતાવી ચૂક્યા છીએ કે ક્ષત્રિયને અર્થ કાશ અને ટીકાકારોની માન્યતા પ્રમાણે “રાજા” પણ થાય છે. એ રીતે ક્ષત્રિયાણીને અર્થે દેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com