SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પર પરન્તુ ડો. હારનલ અને ડો. જેકેબી બન્નેની માન્યતાઓ જૈન–શાસ્ત્રો સાથે બંધ બેસતી નથી. અમે અહીં શાસ્ત્રોના પ્રમાણે આપીને ટિણિઓને બારીકાઈથી તપાસીશું. (૧) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં ભગવાન્ વૈશાલીથી વાણિજયગામ તરફ ગયા, એ ઉલ્લેખ છે. આથી આ બંને જુદા જુદા નગર હવાનું નક્કી થાય છે नाथोऽपि सिद्धार्थपुराद् वैशाली नगरों ययौ । शंखः पितृमुहृत्तत्राभ्यानर्च गणराट् प्रभुम् ॥१३८॥ ततः प्रतम्थे भगवान् ग्राम वाणिजकं प्रति । मार्गे गडकिका नाम नदी नावोत्ततार च ॥१३९॥ ત્રિ. - પુ. ૨. પર્વ ૧૦, સ , પત્ર ૪૧ અર્થાત્ ભગવાન્ વૈશાલીથી વાણિયાગામ તરફ ગયા અને વચમાં તેમને ગંડકી નદી ઉતરવી પડી. આથી એ પણ પષ્ટ થાય છે કે બન્ને ગામ જુદા જુદા હતા, એટલું જ નહિ પરન્તુ વચમાં ગંડકી નદી પણ પડતી હતી. (૨) ઉપર અમે પ્રમાણ પૂર્વક એ સાબિત કર્યું છે કે વૈશાલી, બ્રાહ્મણકુંડ, ક્ષત્રિયકુંડ એ ગંડકી નદીના પૂર્વ કિનારા ઉપર હતા, અને કર્મારગામ, કેલ્લાસન્નિવેશ, વાણિજ્યગામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy