________________
૪૬
-
કનિંધમે વમાન પડરૌનાને પાવા માન્યું છે, જે કુશીનગરની ઉત્તર-પૂર્વમાં છે, રાહુલ સાંકૃત્યાયને પણ આનું જ અનુસરણુ કર્યું છે. જ્યારે દરઅસલ પાવા હાવુ જોઈએ દક્ષિણ-પૂર્વ માં તે જ યુદ્ધના વિહારની સાથે એની સતિ બેસી શકે છે. આના સમાધાનમાં કાર્લાઇલે અને બૌદ્ધ ભિક્ષુ ધરક્ષિત જે સ્થાન બતાવે છે તે જ વાસ્તવિક પાવા છે. જે કસિયા ( કુશીનારા ) થી પૂર્વ-દક્ષિણમાં લગભગ નવ માઈલ દૂર છે. જેને અત્યારે સઠિયાંવડીહ કહે છે. સયિાંવડીહુથી ફાજિલનગર ઉત્તર—પૂર્વમાં અડધા માઈલ દૂર છે.
ડૉ. કનિંધમે કુશીનારા અને વૈશાલી વચ્ચે નીચે પ્રમાણે 'તર માન્યું છે, સીધે રસ્તે ૧૪૦ માઈલ અને ચક્રાવાના રસ્તે ૧૬૦ માઈલ કુસીનારાથી પાવા ૯ માઈલ છે. તેથી નિષ્ક એના એ છે કે વૈશાલીથી પાવા સીધે રસ્તે ૧૩૧ માઈલ અને ચક્રાવાના રસ્તે ૧૫૧ માઈલ હતી.
ઢીનિકાય ભાષાંતરમાં જે માનચિત્ર આપવામાં આવ્યું છે, તે પણ ઠીક નથી. એમાં પહેલા કુશીનારા બતાવ્યુ છે અને પછી પાવા. વિહાર ક્રમ જોતાં આ સ્થિતિ પણ બરાબર નથી. રાહુલ સાંકૃત્યાયને આ જે માનચિત્ર દોર્યુ` છે, તે પપઉરને પાવા માનીને દારેલું છે, તેથી તે પણ ઠીક નથી.
ડૅા. વિમલચરણ લાએ જ્યેાગ્રાફી એક્ અલી બુદ્ધિઝમમાં જે માનચિત્ર આપ્યું છે, તેમાં વૈશાલી, પાવા અને કુશીનારા બતાવ્યું છે, તે બરાબર ઠીક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com