________________
બીજું બસબુટ્ટી ગામ તમારી માનેલી ગંડકી નદીથી પૂર્વ દિશામાં પડે છે. જયારે વાણિયાગામ મૂળ ગંડકી નદીની પશ્ચિમદિશામાં છે, એટલે એ રીતે પણ બસબુટ્ટી અને વાણિયાગ્રામની કઈ સામ્યતા નથી.
ક્ષત્રિયકુંડના નકશામાં લેખકે જે ભૂલ કરી છે તે આ છે– તેમાં દેવસ્થાન પર્વતના શિખરની ઊંચાઈ સમુદ્રતળથી જે ૧૨૬૬ ફૂટ લખી છે, તેને બદલે ૧૨૬૮ ફૂટ જોઈએ. અને શિખરનું નામ પણ ઈરખાર નહી પરંતુ એરઆર જઈએ.
–-જૂઓ માનચિત્ર હર-એલ. એ. શાસ્ત્રોના આધારે આપણે વિચાર કરીએ તો-કલ્પસૂત્રના સત્ર ૬૬માં એકવાર. ૧૦૦માં બે વાર. ૧૦૧માં એકવાર અને ૧૧પમાં એકવાર એમ પાંચ સ્થળોએ કુડપુરનો ઉલ્લેખ આવે છે. એવી જ રીતે આવશ્યક સૂણિ– જિનદાસ ગણિ મહત્તરે બનાવેલી છે તેમાં પણ અનેક સ્થળોએ કંડગામને ઉલ્લેખ થયેલ છે. તે માટે નીચેને પાઠ ખાસ ધ્યાન દેવા યોગ્ય છેजेष्टा कुंडगामे बद्धमाणसामिणो जेट्ठस्स नंदिवद्धणस्स दिण्णा કૂ ઝાવર મૂળ ઉત્તરાર્ધ gષ્ટ ૧૪. અર્થાત્ ચેટક રાજાની જયેષ્ઠ પુત્રીને કંડગ્રામ રહેલા શ્રીવર્ધમાન સ્વામીના મેટાભાઈ નંદિવર્ધનને આપી. આ કુડપુરને નામાન્તર ક્ષત્રિયકુંડ હતો. અને કંડપુર વિદેહ દેશમાં આવ્યું હતું એમ દિગમ્બરોએ થાણુ સ્પષ્ટ લખ્યું છે, અને આપણે ત્યાં તે છે જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com