________________
મુસાફરો 9 ફના ભાગથી પ્રસિદ્ધ છે
છે.
અર્થાત- આજ ભારતવર્ષમાં પૂર્વદેશમાં વિદેહ નામનો દેશ છે. જે ગ્રન્થકારના સમયમાં તિરહુતના નામથી પ્રસિદ્ધ હતે.
જ્યાં પ્રત્યેક ઘરમાં મીઠા સુંદર ફલના ભારથી નમેલા કેળના વને દેખાય છે. મુસાફર દૂધમાં પકાવેલા પિઆ અને ખીરને ખાય છે. સ્થાને સ્થાને મીઠા પાણીવાળી વાવડીઓ, મૂઆઓ, તળાવો અને નદીઓ છે. સામાન્ય માણસ પણ સંસ્કૃતભાષામાં દક્ષ છે અને અનેક પ્રશસ્ત આધ્યાત્મિક શાસ્ત્રમાં નિપુણ છે. ત્યાં અનેક અદ્ધિઓથી સમૃદ્ધ એવી મિથિલા નામની નગરી છે. અત્યારે “જગઈ' નામથી પ્રસિદ્ધ છે. એની પાસે જનક મહારાજાના ભાઈ કનકનું નિવાસસ્થાન કનકપુર છે. २-'मिहिल विदेहा य'-मिथिलानगरी विदेहाजनपदः ।
-प्रवचन सारोद्धार वृत्ति सहित, पृष्ठ ४४६ એજ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્ર, સૂત્રકૃતાંગ ટીકા, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર–પર્વ-૨ ઈત્યાદિમાં વિદેહ દેશને ઉલ્લેખ મળે છે.
ખ–બૌદ્ધ ગ્રંથો પ્રમાણે વિદ્વાનોએ વિદેહના સંબંધમાં નીચે પ્રમાણે પ્રકાશ પાડ્યો છે.
૧-વિદેહ દેશ ૩૦૦ જન વિસ્તારવાળે અને એની રાજધાની મિથિલા સાત જન વિસ્તારવાળી હતી. એ વિદેહ દેશમાં ૧૬૦૦૦ ગામે, ૧૬૦૦૦ કઠારો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com