________________
બી. ડબ્લ્યુ. ઐરિકે અહીં બે પત્થરની મૂર્તિઓ હોવાને ઉલ્લેખ કર્યો છે. જે ર” ૨”x૧૪૪ ૩ અને ૧” ૧૦ x ૧” ૪૩” હતી. અહીંઆ કેટલાક માટીના પદાર્થો, મૂર્તિઓ અને સિક્કાઓ મળેલા છે. માટીનો બનેલો દી (દીવેટ) પણ તેમાં એક છે. ગળામાં પહેરવાની કેટલીક ચીજો પણ મળેલી છે. ગઢ અને ચકરામદાસની વચ્ચે લગભગ અડધે માઈલ લાંબુ એક તળાવ છે. જે ઘોડદૌડ નામથી પ્રસિદ્ધ છે. ચકરામદાસના દક્ષિણ પશ્ચિમમાં કેટલાક ઊંચા સ્થળે છે. જેના ઉપર પ્રાચીન ખડેરે મળેલા છે. કહુઆ
ગઢથી ઉત્તર-પશ્ચિમમાં બે માઈલ ઉપર હુઆમાં અશોક સ્તષ્ણ, બખરાથી દક્ષિણ-પૂર્વ દિશામાં ૧ માઈલ ] સ્તૂપ અને મર્કટ હદ (આધુનિક નામ રામકુંડ) છે. વૈશાલીના સંબંધમાં હુએનસાંગે જે વર્ણન કર્યું છે, તે બરાબર આને મલતું આવે છે. હુએનસાંગે વૈશાલીના રાજપ્રાસાદને ઘેરા – પલી બતાવે છે. અને ગઢનો ઘેરાવ ૫૦૦૦ ફીટથી કંઈક ઓછો છે. આ બન્ને બાબતો એક બીજાને ઘણી જ મળતી આવે છે. આ ચીની પરિવ્રાજકે લખ્યું છે કે –“ઉત્તર પશ્ચિમમાં અશકે બનાવેલ એક સ્તૂપ હતો અને ૫૦ કે ૬૦ ફીટ ઉંચો એક થાંભલે હતા, જેના શિખર ઉપર સિંહ કતરેલ હતે. થાંભલાની દક્ષિણે એક તળાવ હતું. જયારે બુદ્ધ આ ઠેકાણે રહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com