________________
२६ અહીં જયરિયા લેકે રહે છે. રાહુલ સાંકૃત્યાયનના મતાનુસાર આજ પ્રાચીન જ્ઞાતકે છે. આ જ આ ગણતંત્રના સંચાલક અને તીર્થકર ભગવાન મહાવીરના જન્મદાતા હતા. આ જાતિમાં જન્મ લેવાને લીધે ભગવાન મહાવીર “નાતપુર, “જ્ઞાતપુત્ર અથવા “જ્ઞાતૃપુત્ર” કહેવાય છે.
બુદ્ધના સમયમાં ગંગાથી બસાઢ અથવા વૈશાલી ૩ જન (૨૪ માઈલ) દૂર હતી. આજકાલ પટણાથી ૨૭ માઈલ. અને હાજીપુરથી ૨૦ માઈલ ઉત્તરમાં મુજફફરપુર જિલ્લામાં બસાઢ ગામ છે. બસાઢથી બે માઈલ દૂર બખરાની પાસે અશોક સ્તમ્ભ છે. આનું પ્રથમ નિરીક્ષણ સેંટ માટિન અને જનરલ, કનિધામે કર્યું હતું. આજ ફેંકાએ બસાઢના પ્રાચીન ખંડેરે. તરફ ધ્યાન ખેંચ્યું હતું. ૧૯૦૩-૪માં ડો.બ્લાખની દેખરેખ નીચે ખેદકામ થયું હતું. ત્યાર પછી ૧૯૧૩-૧૪માં ડૉકટર પૂનરે ખેદાઈ–કામ કરાવ્યું હતુ. ખાસ કરીને મેહરે. અને માટીના બનેલા પદાર્થો મળ્યા છે.
આ સ્થાન આજકાલ “રાજાવિશાલને ગઢ' ના નામથી પ્રસિદ્ધ છે. આ વિસ્તૃતાકાર છે. ઈંટોથી ભરેલું ઊંચું સ્થાન છે. આને ઘેરાવો લગભગ એક માઈલમાં છે. ડે. બ્લાખના માપના હિસાબે આ ગઢ ઉત્તરમાં ૭પ૭ ફીટ, દક્ષિણમાં ૭૮૦ ફીટ, પૂર્વમાં ૧૬૫૫ ફીટ તથા પશ્ચિમમાં ૧૬૫૦ ફીટ લાંબે છે. આજુબાજુના ખેતરો કરતાં ખડેરાની ઉંચાઈ લગભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com