________________
જેઓ એમ કહે છે કે ભગવાન મહાવીર પછી દિગમ્બરીય ચારિત્ર–ગ્રાનો પ્રારંભકાલ દઢેક હજાર વર્ષ પછી શરૂ થાય છે તેમને ખરી રીતે દિગમ્બરીય ચારિત્ર ગ્રાના સમયનું જ્ઞાન જ નથી એમ કહી શકાય. દાખલા તરીકે દિગમ્બરીય આચાર્ય પૂજ્યપાદે વિક્રમની પાંચમી શતાબ્દિમાં દશ-ભક્તિ નામને ગ્રન્થ બનાવે છે. જેમાં “કુડપુર' શબ્દનો ઉલ્લેખ આવે છે. એવી જ રીતે આચાર્ય જિનસેન અને આચાર્ય ગુણભદ્ર કે જેઓ વિક્રમની આઠમી શતાબ્દિમાં થયા છે, અને જેઓએ ક્રમશઃ હરિવંશપુરાણ અને ઉત્તરપુરાણ નામના ગ્ર બનાવ્યા છે એમાં “કુડપુરનો ઉલ્લેખ કરેલ છે. પછી તમે કયા આધારે દિગમ્બરીય ચારિત્ર ગ્રન્થને પ્રારંભકાલ દેઢેક હજાર વર્ષ પછી માનો છો ? ઉપરોકત દિગમ્બર–ચારિત્ર ગ્રન્થ નથી શું? અથવા આ ઉતાવળીયું અનુમાન તમારી રાલસવૃત્તિ પ્રકટ નથી કરતી શું ?
બીજી વાત નેમિચંદ્રસૂરિ જેઓએ પ્રાકૃતમાં “મહાવીર ચરિયરચ્યું છે, તેઓ વેતામ્બર છે. અને આપે પણ આપના બનાવેલા જૈન પરંપરાને ઇતિહાસ” પૃષ્ઠ ૪૦૧ ઉપર તેમને ઉલ્લેખ કર્યો છે, પછી અહિં આપે એમને દિગમ્બર ક્યાંથી બનાવી દીધા ? કેટલીયે અસંગતિઓ આપના લખાણમાં સ્થળે સ્થળે જવાય છે, જે વિચારણીય છે. | માહણકુંડગ્રામને કઈ ઠેકાણે બ્રાહ્મણગામ તરીકે લખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com