________________
૭ અશોકના શિલાલેખ ઉપર દષ્ટિપાત (ગુજરાતી) ૮ પ્રાચીન ભારત વર્ષનું સિંહાવકન (ગુજરાતી) ૮ મહાક્ષત્રપ રાજા દ્ધદામા (ગુજરાતી) ૧૦ મથુરાનો સિંહ ધ્વજ (ગુજરાતી) ૧૧ જગત્ ઔર જૈન દર્શન (સંસ્કૃત-હિન્દી) 97 Reminisences of Vijay Dharmsuri ( English )
કૌશામ્બી, કુસન શ્રી બાહુબલિ (ગેમટેશ્વરે) વગેરે ઉપર પણ આચાર્યશ્રીઓએ સમય સમય ઉપર લેખો લખ્યા છે.
આ ઉપરાન્ત હિન્દી-ગુજરાતીની ઊંચી માસિક પત્રિકાઓમાં પણ આપના મહત્ત્વપૂર્ણ લેખ પ્રકટ થતા રહ્યા છે. અત્યારે આપને બધે સમય સાહિત્યના લેખનમાં તેમજ મનનમાં જ વ્યતીત થાય છે. અને આપની હંમેશા એ ભાવના રહે છે. કે હું બીજા પણ સારા સારા ગ્રન્થો લખું અને પ્રગટ કરાવું.
આચાર્યશ્રીજી અત્યારે ૭૮ વર્ષની જૈફ ઉન્ને પહોંચ્યા છે. લગભગ ૩૫ વર્ષોથી એમના મનમાં એક ભાવના ઘોળાયા કરતી હતી કે આધુનિક જગતને સંતોષી શકે એવું ઐતિહાસિક પ્રમાણુ પુરસ્સર ઉત્તમ મહાવીર ચરિત્ર લખું તે ભાવનાને સ્વતંત્ર રીતે મૂર્ત સ્વરૂપ આપવાની હમણું તેઓએ શરૂઆત કરી છે. જે તેમની સ્વયં નિર્ભર શક્તિનું મહાન પ્રમાણ છે. જેમાં લગભગ ત્રણ વર્ષ લાગશે તેમના જ એક અંશ રૂપે હિન્દી બીજી આવૃત્તિના પરિવહિંત સંસ્કરણ રૂપે ગુજરાતીમાં વૈશાલી (બસાઢ) ને પ્રકાશિત કરી રહ્યા છીએ. એમાં ક્ષત્રિયકુંડના અસલી સ્થાનની શુભ સ્થાપના વૈશાલીની પાસે કરવામાં આવી છે. જેથી વાચકોને એ સારી રીતે જણાઈ આવશે કે સાચી વસ્તુ સ્થિતિ શું છે? અને અતઃકરણ પૂર્વક ઈચ્છીએ છીએ કે આચાર્યજી ભગવાન મહાવીરનું હાસિક જીવન-ચરિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com