________________
લખીને જનતાને આગળ મૂકે જેથી જગત એને વાંચીને ભગવાન મહાવીરને એના સાચા સ્વરૂપમાં ઓળખે.
આચાર્યશ્રીઓએ આજ સુધી પક્ષ રીતે જૈનધર્મની જે સેવા કરી છે, હવે તેને જગતની સામે મૂકવાની જરૂર છે. જેથી જૈન સમાજને તેમના અપરિચિત જ્ઞાનને લાભ મળે. અને સંસાર એ જાણે કે કેવી રીતે એક શિષ્ય જ્ઞાન મેળવ્યું, પચાવ્યું અને આજે કેવી રીતે એનું ફળ સંસારને મળી રહ્યું છે. હું આજે અઢાર વર્ષથી તેમની સેવામાં રહું છું. અને હમેશા મેં તેમને એમજ કહેતા સંભળ્યા છે કે–આજે મને જે કંઈ આ અલ્પજ્ઞાન મળ્યું છે, તે માત્ર ગુરુકૃપાનું જ ફળ છે. બાકી કંઇ નહી.'
હવે તે માટે જેન-સમાજને એ અનુરોધ છે કે તેઓ પરમ વિશ્રત એવા આ આચાર્યશ્રીજીના જ્ઞાનને જેટલું બને તેટલે લાભ ઉઠાવે અને તેમના આ મહાન કાર્યમાં સહાયક બનીને જૈન શાસનની ઉન્નતિના ભાગી બને, બસ એજ ઈચ્છા.
-પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com