________________
પણ નહીં ભૂલી શકું કે જેમણે હિન્દી “વૈશાલી પુસ્તકની પ્રસ્તાવના લખી આપી પુસ્તકની શોભામાં વધારે કર્યો હતો.
એ કહેવાની ભાગ્યેજ જરૂર છે કે આ પુસ્તક હિન્દી વૈશાલી ના પરિવર્દિત બીજા સંરકરણની આવૃત્તિ છે.
પ્રાતે હું વાચકોને એ અનુરોધ કરીશ કે તેઓ પુસ્તક વાંચતા જે કંઈ ગૂટિ જોવે, તે મને લખી મોકલે, જેથી હું તેને બીજી આવૃત્તિમાં સુધારી શકું. હું જે કંઈ લખું છું, તે બધું ત્રટિ રહિત જ છે, એમ હું નથી માનતે. એટલે મારા લખવામાં જે કંઈ ખલનાઓ જોવામાં આવે તે તરફ મારું ધ્યાન દેરે. હું તેઓની સૂચનાઓ ઉપર ખાસ ધ્યાન આપીશ. કારણ કે હું પણ છદ્મસ્થ છું. શાસનની સેવા કરવી મારો ધર્મ છે. એ ભાવનાથી જ મેં આ પુસ્તક લખ્યું છે.
વિજયેન્દ્રસૂરિ
શેઠ ભેગીલાલ લહેરચંદ ટાપહીલ બંગલે, મર્જબાન રોડ !
અંધેરી મુંબઈ નં. ૪૧ સંવત ૨૦૧૪ ફાગણ શુદિ પૂર્ણિમા
ધર્મ સંવત્ ૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com