________________
નથી. જ્યાં જ્યાં શાસ્ત્રમાં એને ઉલ્લેખ આવ્યા છે ત્યાં માહ
કંડગ્રામ તરીકે જ આવે છે. અને પં. સૌભાગ્યવિજ્યજી પણ પોતાની તીર્થમાળામાં “માહથકંડગ્રામ જ લખે છે. અને સાથે લખે છે કે હાલમાં તે ગામ નથી જ. વર્તમાનમાં તમે જ “માહણને માણકુંડગ્રામ કહે છે અને તેને બ્રાહ્મણ ગ્રામને આશ્રય લઈને ક્ષત્રિયકુંડની સાથે ભેળવી દ્યો છે તે ક્યાં સુધી ઉચિત છે? અને તમારા માનેલા માહણ તમારા માનેલા ક્ષત્રિયકુંથી કઈ દિશામાં છે? તેને જરા અભ્યાસ કરી લેશે.
અતમાં–મારા આ કાર્યમાં એક યા બીજી રીતે જે જ મહાનુભાવોએ મદદ કરી છે, તેમને ધન્યવાદ આપવો પણ નહીં ભૂલી શકું. સૌથી પ્રથમ મહામહિમ ડો. રાજેન્દ્રપ્રસાદજીને આભારી છું કે જેઓએ હિન્દી આવૃતિમાં અમુલ્ય અભિપ્રાય આપી પુસ્તકનું ગૌરવ વધાર્યો છે. પ્રેસકોપી કરવામાં અને પ્રફ સુધારવામાં પંડિત શ્રીયુત અમૃતલાલ તારાચંદ દેસી, જરૂરી પુસ્તકો મેળવવામાં અને બાકીના બધા કાર્યોમાં નિરંતર સહાયતા કરનાર શ્રીયુત કાશીનાથ સરાક, પુસ્તક છપાવવામાં આર્થિક સહાય કરનાર વેરાવળ નિવાસી ઉદારદિલ શ્રેષ્ઠિવર્ય શ્રીયુત હરિદાસ સૌભાગ્યચંદ તથા તે તે મહાનુભાવ અને સંસ્થાઓને જેઓએ પુસ્તક લખવામાં તેમજ પુસ્તકે વડે સહાયતા કરી છે તેમને અંતઃકરણથી આશીર્વાદ આપું છું તેમજ શ્રીયુત ડો. વાસુદેવ શરણ એમ. એ. પી. એચ. ડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com