________________
૪૯
હાજર થાત. અથવા પિતાના પ્રધાનને પ્રતિનિધિ બનાવીને એકલત. પરન્તુ એવું કોઈ પણ ગ્રંથમાં જોવામાં કે સંભળવામાં નથી આવ્યું. ઉલટું તે વખતે જે ૧૮ ગણરાજાઓ હાજર હતા અને જેઓએ ભૌતિક દિવાળી મનાવીને નિર્વાણુકલ્યાણકને ઉત્સવ કર્યો હતો તે બધા મલ્લે અને વજછ દેશના લિચ્છવિઓ હતા.
આગળ લેખક લખે છે કે-“તેથી જ ભ. મહાવીર સ્વામીના નિર્વાણના સમાચાર રાજા નંદિવર્ધનને જલદી સવારે જ મળી ગયા હતા.
–ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૬૧ તેથી આ સંબંધમાં અમારું કહેવું એ છે કે–અહીં પાસે . અને દૂરને કોઈ પ્રશ્ન જ નથી રહેતું. કારણ કે જ્યારે ભગવાન
અમાવાસ્યાની રાત્રિએ પ્રાત:કાળમાં ચાર ઘડી રાત બાકી રહી ત્યારે નિર્વાણ પામ્યા. ત્યારે એ સમજવાની જરૂર છે કે તેમની પાસે કેટલા રાજાઓ હાજર હતા. બીજું તે કંઈ નહિ પરંતુ એટલું તે નિશ્ચિત છે કે જે સ્થળે ભગવાને નિર્વાણુ–પ્રાપ્ત કર્યું, તે સ્થળનો રાજા તે તેમને જ ભક્ત હતા. અને એ પણ નિશ્ચિત છે કે રાજાઓની પાસે બધા પ્રકારના સાધને હોય છે. • તેઓ ઘડેરવાથી પણ ટપાલ મોકલી શકે છે. અને તેમાં સમય પણ કેટલે લાગે ? મુહમ્મદ બિન તુગલકના વખતમાં (૧૪ સદીમાં) ટપાલ લઈ જનારા ઘડાઓ ૧૫ માઈલ અને
અનુષ્યો ૭ માઈલ એક કલાકમાં ભાગતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com