________________
અને કુશીનારાથી પાવા (દક્ષિણ-પૂર્વમાં) વર્તમાન માઈ લના હિસાબે ૮ માઈલ ઉપર હતી. (કુશીનગરને ઇતિહાસ પૃ. ૨૪). આ હિસાબથી વૈશાલીથી પાવા સીધે રસ્તે ૧૩૧ માઈલ અને ફેરવાળા રસ્તે ૧૫૧ ૩/૪માઈલ હતી. આજ પુસ્તકના પૃષ્ઠ ૨૫ ઉપર પાવાનગરનું યથાર્થ સ્થાન આ પ્રમાણે આપ્યું છે.
“સયિાંવડીહ જ જૂનું પાવાનાર છે. જે કે કુશીનગરથી ૧૦ માઈલ દૂર પૂર્વ-દક્ષિમાં છે. સઠિયાંવથી અડધો માઈલ ઉત્તર-પૂર્વમાં ફાજિલ-નગર છે, જે સઠિયાવને જ એક ભાગ છે.”
- કુશીનગરને ઈતિહાસ પૃષ્ઠ. ૨૫) આજ પુસ્તકના પૃષ્ઠ ૨૦ ઉપર પાવાનુ અન્યત્ર હેવામાં નીચે પ્રમાણે આપત્તિ બતાવી છે. “આવી રીતે પાવા જેનેનું મહાતીર્થ છે. પરંતુ જેને આને ભૂલી ગયા છે. તેઓ અત્યારે વિહાર-શરીફથી આનેય (દક્ષિણ-પૂર્વ ખૂણામાં) સાત માઈલ દૂર પાવાની સ્થિતિ બતાવે છે. અમને “કલ્પસૂત્ર થી જણાય છે કે પાવામાં જ્યારે મહાવીર–સ્વામી નિર્વાણ પામ્યા ત્યારે મલ્લોએ તેઓના સન્માનમાં દીવાલી મનાવી હતી. જે વિહાર-શરીફની પાસે “પાવા માનવામાં આવે તો મલે દ્વારા દીવાળી માનાવાને કેાઈ મેળ જ ખાતે નથી. બૌદ્ધ ગ્ર પ્રમાણે પણ આ ઠીક નથી લાગતું.
–કુશીનગરનો ઈતિહાસ પૃઇ ૨૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com