________________
આજકાલ વસાઢ અને બનિયાની વચમાં ગંડકી નદી નથી, પરન્તુ નદીના તો પ્રવાહ બદલાયા કરે છે, જેના અનેક દષ્ટાન્તો છે, અને તે વખતની અર્થાત ૨૫૦૦ વર્ષ પહેલાની વાતને આજકાલના સમય સાથે મેળ બેસાડો એ કયાં સુધી ઉચિત છે?
.. અને બ્રાહ્મણ ગામ વગેરે શબદો વપરાયા છે. તેથી સમજાય છે કે, કંડપુર નગર હતું તેના બે ભાગ હતા. ૧ પૂર્વ માં બ્રાહ્મણકુંડનગર અને ૨ પશ્ચિમમાં ક્ષત્રિjડનગર.
–ક્ષત્રિયકુંડ પૃષ્ઠ ૩૬ બ્રાહ્મણગામ તો રાજગૃહથી ચંપા જતા માર્ગમાં આવતું હતું અને એ કઈ ગ્રન્થ નથી કે જેમાં બ્રાણાકંડ' ગામને બ્રાહ્મણ ગામ લખવામાં આવ્યું હોય. બ્રાહ્મણ ગામમાં નન્દ અને ઉપનન્દ નામના બે ભાઈઓ રહેતા હતા. પરન્તુ તેઓ બ્રાહ્મણ હતા, એવું કયાંય નથી લખ્યું.
“ આ બ્રાહ્મણ ગ્રામ” તેજ “બ્રાહ્મણકંડ ગામ હોય તો નક્કી છે કે કંડપુર ગંગાની દક્ષિણે હતું.”
-ક્ષત્રિયકુંડ, પૃષ્ઠ ૧૦. પંકિત ૨૨-૨૩ આ વાક્યથી એ જણાઈ આવે છે કે લેખક પોતે પણ આ વિષયમાં શંકાશીલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com