________________
બૌદ્ધ ધર્માવલમ્બિની હતી. જેના માટે લખવામાં આવેલી “પ્રજ્ઞા પારમિતા”ની પુસ્તક હજુ પણ નેપાલ દરબારના પુસ્તકાલયમાં મજદ છે, બુદ્ધચર્યા પૃષ્ઠ ૧૩. શું એનાથી એ સિદ્ધ નથી થતું કે શંકરવડે બૌદ્ધ ધર્મને દેશનિકાલ એ કલ્પના માત્ર છે.
શંકરાચાર્યને જન્મ સમય ઈ. સન ૭૮૮ ( વિક્રમ સં. ૮૪૫) માનવામાં આવે છે. તેઓએ તે વખતે દક્ષિણમાં
શેરીમઠ, પશ્ચિમમાં દ્વારકામઠ, ઉત્તરમાં બદરી કેદારમઠ, અને પૂર્વમાં પુરીમાં ગોવન મઠની સ્થાપના કરી હતી. એથી જણાય છે કે એ વખતે એમને ઉત્કર્ષ ભારતની ચારે દિશામાં હતો, એવી સ્થિતિમાં “ક્ષત્રિય-કુંડના લેખકનું એ કહેવું સર્વથા અનુચિત છે કે જેને પણ આઠમી સદીમાં પૂર્વદેશમાંથી ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ તરફ ચાલ્યા ગયા હતા. કારણ કે . ઉપરની ત્રણ દિશાઓમાં પણ શંકરાચાર્યના મઠા હતા, અને તેમને પ્રભાવ પણ વધતો જતો હતો. તેથી શંકરાચાર્યના નૂતન અદ્વૈતવાદના દર્શનને કારણે જૈનેનું પૂર્વ દિશાને છોડીને બીજી દિશાઓમાં જવું બંધબેસતું નથી. કારણ કે જેના અહિંસા, અપરિગ્રહ આદિ સિદ્ધાન્તો તેમજ - અનેકાન્ત દર્શન, એટલા પ્રબળ હતા કે તેઓ અદ્વૈતવાદની યક્તિઓ આગળ બરાબર ટકી શકે તેવા હતા. બૌદ્ધ ધર્મને લોપ કેવલ શંકરાચાર્યને લીધે નથી થયે, શંકરાચાર્યના પછી પણ ઘણા વખત સુધી બૌદ્ધ ધર્મ આ દેશમાં ટી મ્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com