________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
ये सज्जना पुनर्धन्यास्ते लोकं दोषपूरितम् ।
स्वाभिसन्धिविशुद्ध्यैव, लक्षयन्ति गुणालयम् ।।६३।। શ્લોકાર્થ :
જે સજ્જનો વળી ધન્ય છે, તે દોષપૂરિત લોકને સ્વઅભિપ્રાયની વિશુદ્ધિથી ગુણાલય ગુણનું ઘર જાણે છે.
રિપુદારણમાં ઊઠેલો માનનો પરિણામ તેને તેની બુદ્ધિ અનુસાર વિપર્યાસ કરાવે તેવા વચનો કહે છે. તેથી કુમારને માનકષાયવશ જે વિચાર આવે છે તે માનનું કથન છે અને માનકષાય કુમારને કહે છે કે જે દુર્જનો હોય છે એ ગુણપૂર્ણ એવા આ માનકષાયને દોષપુંજ જ જાણે છે; કેમ કે માનકષાયકૃત સર્વત્ર જ તે પૂજાય છે. છતાં માનકષાયવશ જીવને શિષ્ટ પુરુષો દુર્જન જાણે છે અને શિષ્ટ પુરુષો માનકષાયને દોષના પંજરૂપ કહે છે તે કુમારને અનુચિત જણાય છે અને સજ્જનો ધન્ય છે, તેઓ ઘણા દોષથી યુક્તમાં પણ પોતાના અભિપ્રાયથી તેને ગુણસ્વરૂપ જાણે છે. તેથી માનકષાય તો ગુણનો આલય છે તેથી તેને સજ્જનો ક્યારેય દોષરૂપ જાણે નહીં. આમ રિપુદારણને માનકષાય બુદ્ધિ આપે છે. II૬all શ્લોક -
एवं च स्थितेयद् भासते गुणित्वेन, गुणहीनोऽप्ययं जनः ।
कुमार! तावके चित्ते, सौजन्यं तत्र कारणम् ।।६४।। શ્લોકાર્થ :
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે, ગુણહીન પણ આ જન જે ગુણિપણા વડે તારા ચિત્તમાં ભાસે છે. હે કુમાર ! ત્યાં સૌજન્ય કારણ છે. II૬૪ll શ્લોક :
प्रतापस्तावकीनोऽयं, समस्तोऽपि सुनिश्चितम् ।
માવવીવિધ્યત્તિ:, કે વર્ષ પરમાર્થતઃ ? આદધા. શ્લોકાર્ચ -
તારો આ પ્રતાપ સમસ્ત પણ સુનિશ્ચિત છે. ભાવક વીર્યથી વિખ્યાત અમે શું છીએ ?= કુમારના સદ્ભાવથી ભાવન કરાયેલા વીર્યથી વિખ્યાત અમે પરમાર્થથી શું છીએ ? અર્થાત્ કંઈ નથી. IIઉપI