________________
(૧૯) હરિકેશી મુનિની કથા નથી, પરંતુ જેમણે જિનવચન સાંભળ્યા છે ને હૃદયમાં ઘાર્યા છે તે જ ખરા સકર્ણ છે. તેવા સકર્ણ સાઘુઓ આ સંસારના સ્વરૂપને અસાર જાણે છે.
न कुलं इत्थ पहाणं, हरिएसबलस्स किं कुलं आसी?
आकंपिया तवेणं, सुरा वि जं पञ्जुवासंति ॥४४॥ અર્થ–“અહીં ઘર્મના વિચારમાં કુળનું પ્રઘાનપણું નથી; એટલે ઉગ્ર ભોગાદિ સામગ્રીવાળા કુળ વિના ઘર્મ ન હોય એવો કાંઈ નિશ્ચય નથી. તે વિષે દૃષ્ટાંત કહે છે–હરિકેશી-બળને શું ઉત્તમ કુળ હતું? નહોતું. તેઓ તો ચંડાલના કુળમાં ઉત્પન્ન થયેલા હતા, છતાં તેમના તપે કરીને આર્કપિત થયેલા–વશ થયેલા દેવતાઓ પણ તેમની સેવા કરતા હતા.”
જ્યારે દેવતાઓ સેવા કરે ત્યારે પછી મનુષ્યની તો વાત જ શી? માટે ઘર્મવિચારમાં કુલની પ્રાધાન્યતા નથી, ગુણની પ્રાઘાન્યતા છે. -
હરિકેશી મુનિની કથા પ્રથમ હરિકેશી મુનિના પૂર્વ ભવનું વૃત્તાંત કહીએ છીએ
મથુરા નગરીમાં શંખ નામે રાજા હતો. તે ન્યાયમાં ઘણો નિપુણ હતો. અન્યદા તે શંખ રાજાએ ગુરુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. વિહાર કરતાં કરતાં તે શંખ રાજર્ષિ હસ્તિનાપુર આવ્યા. ત્યાં ભિક્ષાર્થે શહેરમાં પ્રવેશ કરતાં માર્ગ નહીં જાણવાથી તેમણે “સોમદેવ' નામના પુરોહિતને નગરનો માર્ગ પૂક્યો. મુનિવેષના હેપી સોમદેવ પુરોહિતે વ્યંતરથી અથિષ્ઠિત થયેલો અગ્નિ જેવો તપેલો માર્ગ તેમને બતાવ્યો. તે માર્ગ એવો હતો કે જો કોઈ અજાણતાં તે માર્ગે જાય તો તે ભસ્મ થઈ જય. બ્રાહાણે વિચાર કર્યો કે જો મુનિ પ્રજ્વલિત માર્ગે જશે તો તે બળીને ભસ્મ થઈ જશે; તે વખતે હું કૌતુક જોઈશ.” હવે સાધુ તો તે દુષ્ટ બતાવેલા માર્ગે ચાલ્યા. પરંતુ તે સમયે તે સાધુના ઘર્મના માહાત્મથી તે વ્યંતર ત્યાંથી નાસી જ ગયો, તેથી માર્ગ શીતળ થઈ ગયો. શંખ રાજર્ષિ તો ઈર્યાસમિતિથી તે માર્ગે ઘીમે ઘીમે ચાલ્યા જતા હતા. ગોખમાં બેઠેલા સોમદેવ પુરોહિતે તે જોઈ વિચાર કર્યો કે “અહો! આ નિર્મિનો પ્રભાવ ઘણો મોટો જણાય છે કે આ વ્યંતરથી અથિષ્ઠિત થયેલો અગ્નિ જે તપેલો માર્ગ પણ મુનિના પુણ્યપ્રભાવથી શીતલ થઈ ગયો. માટે આ ભાયુવેષને ઘન્ય છે તેમજ આ માર્ગને પણ ઘન્ય છે !
પછી ગોખથી નીચે ઊતરીને તે સાધુના ચરણમાં પડ્યો અને બોલ્યો કે હે સ્વામી! મેં અજ્ઞાનપણાથી આ દુષ્કૃત્ય કર્યું છે. તે મારો અપરાશ ક્ષમા કરો.” શપુએ તેને યોગ્ય જીવ જાણી ઘમદેશના આપી. તે સાંભળીને તે પ્રતિબોઘ પામ્યો અને મનમાં પાર કરવા લાગ્યો કે “અહો! આ સાધુનું કેવું પરમ ઉપકારીપણું છે