Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 295
________________ ૮૦ ઉપદેશમાળા ઉપકરણોના સમૂહને પોતે ભોગવે છે, પોતે વાપરે છે; તથા ગુરુએ બોલાવ્યો છતાં અવિનીત (વિનય રહિત), ગર્વિત (ગર્વિષ્ઠ) અને લુબ્ધ (વિષયાદિકમાં લંપટ) એવો તે “તું” એમ કહી જવાબ આપે છે તુંકારો કરે છે; ભગવન્! એવા બહુમાનપૂર્વક બોલતો નથી.” गुरुपच्चक्खाणगिलाण-सेहबालाउलस्स गच्छस्स। न करेई नेव पुच्छइ, निद्धम्मो लिंगमुवजीवी ॥३७८॥ અર્થ–“નિર્ધર્મ (ઘર્મરહિત) અને લિંગઉપજીવી એટલે માત્ર વેષ ઘારણ કરીને–વેષના નિમિત્ત વડે જ આજીવિકા કરનાર એવો તે (પાર્થસ્થાદિક) ગુરુ (આચાર્ય ઉપાધ્યાય આદિ), પચખાણવાળા (ઉપવાસાદિ તપસ્યાવાળા), ગ્લાન (રોગી), સેહ-શિષ્ય (નવદીક્ષિત) અને બાળ (ક્ષુલ્લક સાઘુઓથી આકુળ (ભરેલા) એવા ગચ્છનું અપેક્ષિત વૈયાવૃત્યાદિક પોતે કરતો નથી, તથા હું શું કામ કરું? એમ બીજા જાણ સાઘુઓને પૂછતો પણ નથી.” पहगमणवसहिआहार-सुयणथंडिल्लविहिपरिट्ठवणं। नायरइ नेव जाणइ, अजावट्टावणं चेव ॥३७९॥ .. અર્થ–“માર્ગે ચાલવાનો, વસતિ (રહેવા માટે ઉપાશ્રય) માગવાનો, આહાર લેવાનો, સૂવાનો તથા સ્પંડિલનો વિધિ તથા પરિઝાપન એટલે અશુદ્ધ આહારાદિકનું પરઠવવું–તેને જાણતો હોવા છતાં પણ (ધર્મબુદ્ધિરહિત હોવાથી) આચરતો નથી, અથવા જાણતો નથી તેથી આચરતો નથી. તેમ જ આર્યાઓને વર્તાવવું, ઘર્મમાં પ્રવર્તાવવું તે પણ જાણતો નથી.” ' , सच्छंदगमणउट्ठाण-सोअणो अप्पणेण चरणेण । समणगुणमुक्कजोगी, बहुजीव खयंकरो भमइ ॥३८०॥ અર્થ-“સ્વચ્છેદે (પોતાની મરજી પ્રમાણે) ગમન કરનાર, ઊઠનાર અને સૂનાર તથા પોતાના કલ્પિત આચરણ વડે ચાલનાર (વર્તનાર), સાધુના જ્ઞાનાદિક ગુણોના યોગને મૂકનાર (તજનાર), જ્ઞાનાદિ ગુણ વિનાનો તથા બહુ જીવોનો ક્ષય કરનાર એવો તે (જ્યાં ત્યાં) ભ્રમણ કરે છે.” बत्थि व्व वायुपुत्रो, परिब्भमइ जिणमयं अयाणंतो । थद्धो निम्विन्नाणो, न य पिच्छइ किंचि अप्पसमं ॥३८१॥ અર્થ–“રાગાદિક રોગના ઔષઘ તુલ્ય જિનમતને નહીં જાણતો એવો તે વાયુથી પૂર્ણ (ભરેલા) બસ્તિ (ચામડાની પાણી ભરવાની મસક) જેમ ઊછળે તેમ ગર્વથી ભરપૂર થઈને ઉશ્રુંખલપણે પરિભ્રમણ કરે છે, ફરે છે; તથા સ્તબ્ધ (અનમ્ર) અને નિર્વિજ્ઞાન (જ્ઞાનરહિત) એવો તે કોઈને લવલેશ પણ પોતાની તુલ્ય જોતો જાણતો નથી, અર્થાત્ સર્વને તૃણ સમાન ગણે છે.”

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344