Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 326
________________ ૩૧૯ ઘર્મની દુર્લભતા इक्कं पि नत्थि जं सुट्ट, सुचरियं जह इमं बलं मज्झ। - તો નામ હવારો, મરપતિ પુન્નસ ૪૬૮ અર્થ–“એક પણ તેવું સુક્કુ (સારું) સુચરિત (સારું આચરણ) નથી કે જે સુચરિત મારું બળ થાય—મને આઘારરૂપ થાય. માટે મંદપુણ્યવાળા એવા મને મરણને અંતે કોણ દ્રઢિમા એટલે આધાર આપશે?” - सूल-विस-अहि-विसूइय-पाणिय-सत्थग्गिसंभमेहिं च । देहंतरसंकमणं, करेइ जीवो मुहुत्तमात्तेण ॥४६९॥ અર્થ-“શૂલ (કુક્ષિમાં શૂળ ઊઠવું), વિષ (ઝેરનો પ્રયોગ), અહિ (સર્પનું વિષ), વિભૂચિકા (અજીણ), પાણી (જળમાં બૂડવું), શસ્ત્ર (શસ્ત્રનો પ્રહાર), અગ્નિ (અગ્નિમાં બળવું), તથા સંભ્રમ એટલે ભય સ્નેહાદિક વડે એકદમ હૃદયનું રૂંઘાઈ જવું–આટલા પ્રકારે કરીને આ જીવ એક મુહૂર્ત માત્રમાં (ક્ષણવારમાં) દેહાન્તરમાં સંક્રમણ (બીજા દેહમાં પ્રવેશ) કરે છે, એટલે મૃત્યુ પામી પરભવમાં જાય છે. અર્થાત્ પ્રાણીઓનું આયુષ્ય અતિ ચપળ છે.” યુરો ચિંતા સુત્તરિય તવ ગુણાકિયસ સાદુલ્લા सुग्गइगमपडिहत्थो, जो अच्छइ नियमभरियभरो ॥४७०॥ અર્થ–“સદ્ગતિમાં જેવાને પ્રતિહસ્ત (દક્ષ) અને નિયમ (અભિગ્રહ) વડે ભર્યો છે ઘર્મભંડારનો ભાર જેણે એવા, સુચરિત તપ એટલે ક્ષમા સહિત તપ કર્યું છે જેણે એવા, અને ચારિત્રાદિક ગુણમાં સુસ્થિત એટલે દ્રઢ થયેલા સાધુને ક્યાંથી ચિંતા હોય? એટલે તેવા સાધુને મરણકાળે પણ ક્યાંથી ફિકર હોય? ન જ હોય.” " સાહતિ મુવિઝવું, માતાહિલિડારિયા નીવા - न य कम्मभारगरुय-तणेण तं आयरंति तहा ॥४७१॥ પર્વતની ગુફામાં રહેનાર માસાહસ નામના પક્ષી જેવા જીવો પ્રકટપણે વિસ્તારથી અન્યને ઉપદેશ આપે છે. પરંતુ તેઓ કર્મના ભારના ગુરુપણાથી (ભારેકર્મી હોવાથી) તે પ્રમાણે પોતે તે ઉપદેશનું આચરણ કરતા નથી, ઉપદેશ પ્રમાણે વર્તતા નથી. અર્થાત્ ઉપદેશ દેવામાં કુશળ હોય, પણ આચરણ કરવામાં તત્પર ન હોય તે જીવો માસાહસ પક્ષી જેવા જાણવા.” वग्धमुहम्मि अहिगओ, मंसं दंतंतराउ कड्डेइ । “મા જિંપ, વહનતંગણ મળિયે ૪૭ર. અર્થ-“વાઘના મુખમાં પેઠેલો માસાહસ નામનો પક્ષી વાઘના દાંતની મધ્યેથી માંસ કાઢે છે, પછી માંસના કટકા લઈને ઝાડપર બેસી તે ખાઈને આવું સાહસ ( વિલ કોઈ કરશે નહીં એમ પોતે જ બોલે છે, પરંતુ જેવું પોતે કહ્યું તે

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344