Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir
View full book text
________________
૩૩૬
ઉપદેશમાળા વિવિઘ પ્રકારના ઉપદેશના અક્ષરોરૂપી પુષ્પોવાળી આ ઉપદેશમાળા સારા શિષ્યોના સમૂહને અભ્યાસ કરવા માટે કહી છે–કરી છે.”
संतिकरी वुड्डिकरी, कल्लाणकरी सुमंगलकरी य ।
होउ कहगस्स परिसाए, तह य निव्वाणफलदाई ॥५४१॥ અર્થ–“આ ઉપદેશમાળા કથકને (વ્યાખ્યા કરનારને) તથા પર્ષદને (શ્રવણ કરનારને) ક્રોઘાદિકની શાંતિ કરનારી, જ્ઞાનાદિક ગુણોની વૃદ્ધિ કરનારી કલ્યાણ કરનારી એટલે આ લોકમાં ઘનાદિક સંપત્તિ અને પરભવમાં વૈમાનિક ઋદ્ધિને પ્રાપ્ત કરાવનારી, સમાંગલ્ય (ભલું મંગલિક) કરનારી અને પરલોકમાં નિર્વાણ (મોક્ષ) રૂપ ફળને આપનારી થાય છે. અર્થાત્ આ પ્રકારનું વ્યાખ્યાન કરવાથી તથા શ્રવણ કરવાથી મોટું ફળ પ્રાપ્ત થાય છે.”
इत्थ समप्पइ इणमो, मालाउवएसपगरणं पगयं । .
गाहाणं सव्वाणं, पंचसया चेव चालीसा ॥५४२॥ . અર્થ–“આ પ્રાકૃત ઉપદેશમાળા પ્રકરણ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમથી આરંભીને અહીં સુધી જો છન્દ વિશેષ ગાથા ગણીએ તો સર્વ ગાથાઓની સંખ્યા પાંચસો અને ચાળીશ છે. (બે ગાથાઓ પ્રક્ષેપ સમજવી.)
जावय लवणसमुद्दो, जावय नक्खत्तमंडिओ मेरू ।
तावय रइया माला, जयम्मि थिरथावरा होऊ ॥५४३॥ અર્થ–“જ્યાં સુધી આ જગતમાં) લવણ સમુદ્ર શાશ્વતો વર્તે છે, અને જ્યાં સુધી નક્ષત્રોથી શોભિત થયેલો શાશ્વત મેરુ પર્વત વર્તે છે, ત્યાં સુધી આ રચેલી ઉપદેશમાળા જગતમાં સ્થિર (શાશ્વત) પદાર્થની જેમ સ્થાવર (સ્થિર) થાઓ.”
अक्खरमत्ताहीणं, जं चिय पढियं अयाणमाणेणं । तं खमह मज्झ सव्वं, जिणवयणविणिग्गया वाणी ॥५४४॥
અર્થ-“આ પ્રકરણમાં અક્ષરથી અથવા માત્રાથી હીન કે અઘિક એવું કાંઈ પણ મેં અજાણતાં (અજ્ઞાનપણાથી) કહ્યું હોય તે સર્વ મારી ભૂલને જિનેશ્વરના મુખથી નીકળેલી વાણી શ્રુતદેવી ક્ષમા કરો.”
॥ इति श्री धर्मदासगणिविरचितमुपदेशमालाप्रकरणम् ॥

Page Navigation
1 ... 341 342 343 344